October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા શાળાના આચાર્ય અને શિક્ષકો માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજાયો

ઓરિએન્‍ટેશન કાર્યક્રમમાં દિવ્‍યાંગ બાળકોની જલ્‍દી ઓળખ કેવી રીતે કરવી, સમાવેશી શિક્ષણનું વર્ગ પ્રબંધન, વિશિષ્‍ટ શીખવાની અક્ષમતાવાળા દિવ્‍યાંગ બાળકો અંગે રાખનારી કાળજીના સંબંધમાં આપવામાં આવેલું વિસ્‍તૃત માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09: દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ ‘સમગ્ર શિક્ષા’ દ્વારા ફલાંડી શાળામાં સમાવેશી શિક્ષણ અંતર્ગત આચાર્યો અને શિક્ષકો માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજવાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય દિવ્‍યાંગ બાળકોને જલ્‍દી ઓળખ કેવી રીતે કરવીઅને સમાવેશી શિક્ષણનું કક્ષા પ્રબંધન કરવું, વિશિષ્ટ શીખવાની અક્ષમતા વાળા દિવ્‍યાંગ બાળકો અંગે આજના સંસાધન વ્‍યક્‍તિ શ્રીમતી પૂજા અરોરા-સમીપ ફાઉન્‍ડેશન વાપીએ વિવિધ ગતિવિધિઓ દ્વારા વિસ્‍તૃત જાણકારી આપી હતી. સમાવેશી શિક્ષણનું કક્ષા પ્રબંધન કેવી રીતે કરવું જે અંગે જિલ્લા શિક્ષણ ટ્રેનિંગ સંસ્‍થા દમણના વ્‍યાખ્‍યાતા શ્રી ઉત્તમ મદાને અને શ્રી અશ્વિની જાદવે આપી હતી. આ કાર્યક્રમમાં 21 પ્રકારના દિવ્‍યાંગતા અંગે બ્‍લોક સંસાધન વ્‍યક્‍તિની જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં દાનહની દરેક સરકારી પ્રાથમિક શાળા, માધ્‍યમિક શાળાના આચાર્ય અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન શિક્ષણ સચિવશ્રી, શિક્ષણ નિર્દેશકશ્રી અને સહાયક રાજ્‍ય પરિયોજના નિર્દેશકશ્રી તથા સમગ્ર શિક્ષાના માર્ગદર્શનમાં કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ અધિકારી શ્રી અનિલ ભોયા, શિક્ષણ સમન્‍વયક શ્રી રાજેન્‍દ્ર મોહિલે પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

Related posts

સલવાવ ફાર્મસી કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અભિયાન અંતર્ગત ઉમંગભેર તિરંગા રેલી યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સંઘપ્રદેશ કક્ષાની શાળાકીય રમત-ગમત સ્‍પર્ધાનું સમાપન

vartmanpravah

દમણ રાજ્‍ય કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા આપવામાં આવતી મફત કાનૂની સેવાઓ બાબતે થઈ રહેલોપ્રચાર

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના અધ્‍યાપક પીએચ. ડી. થયા

vartmanpravah

ચીખલીના સમરોલીની પ્રાથમિક શાળાના બાંધકામમાં વેઠ ઉતારાતા ગ્રામજનો સાથે સરપંચ અને તલાટીએ પંચક્‍યાસ કરી રેતીના સેમ્‍પલો લઈ કામ અટકાવ્‍યું

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો વલસાડ જિલ્લાનો બે દિવસીય પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment