January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં રખડતા ઢોરોના ત્રાસને દુર કરવા પ્રશાસન દ્વારા ભરાનારા ચાંપતા પગલાં

  • પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગૌ રક્ષા મંચના સભ્‍યોને મુલાકાત દરમિયાન આપેલી જાણકારી

  • દમણમાં ગૌ શાળાનું થનારૂ અપગ્રેડેશન : શૈક્ષણિક ક્ષેત્રે શરૂ થનારા નવા અભ્‍યાસક્રમો યુવાનોને આત્‍મનિર્ભર બનવા સહભાગી બનશે

  • પ્રશાસક સાથેની મુલાકાત બાદ ગૌ રક્ષા મંચના યુવાનોએ પ્રદેશમાં થઈ રહેલા હકારાત્‍મક પરિવર્તનનો કરેલો અહેસાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11
આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ગૌ રક્ષા મંચ દમણના સભ્‍યોએ મુલાકાત લઈ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ગૌ હત્‍યા વિરોધી નવા કાયદાઓ લાગુ કરવા માટે તેમને અભિનંદન પાઠવી પુષ્‍પગુચ્‍છ અને સ્‍મૃતિ ચિન્‍હથી બિરદાવી આભાર પણ પ્રગટ કરવામાં આવ્‍યો હતો.
બેઠક દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તમામ સભ્‍યોની સરાહના કરતાં જણાવ્‍યું હતું કે, પ્રદેશ ઝડપથી પરિવર્તન તરફ આગળ વધી રહ્યો છે અને સ્‍થાનિક પ્રશાસન જનહિતના કામોને પ્રાધાન્‍ય આપી શકય તમામ પગલાં લઈ રહ્યું છે, જેનો સીધો લાભ પ્રદેશની જનતાને મળી રહ્યો છે. તેમણે જણાવ્‍યું હતું કે, હાલની ગૌશાળાને અપગ્રેડ કરતી વખતે જરૂરી તમામસુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવશે, તેને વધુ આધુનિક અને જરૂરી પશુ ચિકિત્‍સા સુવિધાઓ જેવી કે ઓપરેશન અને અન્‍ય તબીબી સાધનો અને સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવશે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે રસ્‍તે રખડતા ઢોરોના કારણે માર્ગ અકસ્‍માતોની વધતી જતી સંખ્‍યા અંગે ચિંતા વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે, આવા અકસ્‍માતોથી જાનહાની અને પાકનું નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ભૂતકાળમાં અનેક માર્ગ અકસ્‍માતોમાં અસંખ્‍ય યુવાનોએ જીવ ગુમાવ્‍યા છે. પ્રશાસકશ્રીએ પ્રદેશના તમામ લોકોને જવાબદારી સાથે સમજદારીપૂર્વક કામ કરવાની સલાહ આપી હતી. આવી ઘટનાઓ પર ચિંતા વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, પ્રદેશમાં આ રીતે પશુઓને રસ્‍તા પર છોડી મુકવા એ કોઈના હિતમાં નથી. જેને રોકવા માટે પ્રશાસન ટૂંક સમયમાં જરૂરી જોગવાઈઓ લાવવા જઈ રહ્યું છે.
આ બેઠક દરમિયાન પ્રશાસકશ્રીએ પ્રદેશની પ્રગતિની ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલી ક્રાંતિ વિશે માહિતગાર કરતાં જણાવ્‍યું હતું કે, પ્રદેશમાં અનેક શૈક્ષણિક અભ્‍યાસક્રમો શરૂ થવા જઈ રહ્યા છે, જેની આપણે કલ્‍પના પણ કરી ન હતી, જેનો સીધો ફાયદો પ્રદેશના લોકોને થશે જેથી પ્રદેશના યુવાનો આત્‍મનિર્ભર બનશે.
સમગ્ર બેઠક દરમિયાન પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ પણ યુવાનો સાથેવાર્તાલાપ કરવા અને તેમના મંતવ્‍યો જાણવા માટે ઉત્‍સાહિત જોવા મળ્‍યા હતા અને યુવાનોને પ્રદેશમાં થઈ રહેલા વિકાસનો લાભ લેવા પ્રેરણા આપી પ્રોત્‍સાહિત કર્યા હતા. પ્રશાસકશ્રીને મળ્‍યા બાદ તમામ સભ્‍યોએ પ્રદેશમાં થઈ રહેલા વિકાસ કાર્યો અને પ્રદેશની છબીમાં થઈ રહેલા સકારાત્‍મક પરિવર્તનની અનુભૂતિ પણ કરી હતી.

Related posts

ચીખલીના ફડવેલમાં કેબલ વાયર રિપેરીંગ સમયે વીજ કંપનીના રાનકુવા સબ ડિવિઝનના આસિસ્‍ટન્‍ટ લાઈનમેનને કરંટ લાગતા મોત

vartmanpravah

વાપી વી.આઈ.એ. ગ્રાઉન્ડ ખાતે ૭પમા ગણતંત્ર દિવસની કરાયેલી ભવ્ય ઉજવણી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

‘દાનહ આદિવાસી એકતા પરિષદનું 31મું મહાસંમેલન આગામી તા.13, 14 અને 15 જાન્‍યુઆરીએ યોજાશે

vartmanpravah

176-ગણદેવી વિધાનસભામાં રાજકીય પાર્ટીએ ઉમેદવાર જાહેર કરતા પક્ષમાં જ હોબાળો : ઉમેદવાર બદલવા દાવ પેચ શરૂ

vartmanpravah

ઓલપાડમાં ઈન્‍ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નગીનભાઈ પટેલની નિમણૂક

vartmanpravah

Leave a Comment