(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13
સેલવાસ ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન સુ.શ્રી.યુ.એમ.નંદેશ્વર ચેરમેન જીલ્લા વિધિ સેવા પ્રાધિકરણ દાનહના માર્ગદર્શનમાં આયોજીત કરવામા આવ્યું હતું. જેમા કુલ 354 કેસો આવ્યા હતા જેમાંથી 89 કેસોનુ સમાધાન કરવામા આવ્યુ છે. જેમા કુલ બે કરોડ પચાસ લાખથી વધુ રકમનું સમાધાન કરવામા આવ્યું હતું. જેમા કેટલાક જુના કેસો પણ સામેલ હતા.
આ લોક અદાલતમાં બે પેનલ બનાવવામા આવી હતી. દીવાની ન્યાયાધીશ અને મુખ્ય ન્યાય દંડાધિકારી શ્રી વાય.એસ.પેથનકર અને દીવાની ન્યાયાધીશ અને ન્યાયિક મેજીસ્ટ્રેટ શ્રી ડી.પી.કાલેની ઉપસ્થિતિમાં રાખવામા આવી હતી. જેમા બેંકના અધિકારીઓ બાર એસોસિએશનના સભ્યો સહિત મોટી સંખ્યામા અરજદારો અને સામા પક્ષકાર હાજર રહ્યા હતા.
