April 26, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં ચંદ્રગ્રહણ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવ ખાતે મંગળવારે ચંદ્રગ્રહણ અંગે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થી ભાઈ-બહેનોને રસપ્રદ માહિતી આપી તેનુ વૈજ્ઞાનિક અને ધાર્મિક તથા ખગોળીય મહત્‍વ સમજાવ્‍યું હતું.
શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવના વિદ્યાર્થીઓ ખગોળીય ઘટના ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ અંગે સાચી અને સચોટ માહિતી મેળવે તે માટે આચાર્ય શ્રી ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન શિક્ષકો ચૈતાલીબેન પટેલ તથા પ્રિયંકાબેન પરમાર દ્વારા દ્રશ્‍ય અને શ્રાવ્‍ય માધ્‍યમ વડે ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટના અંગે ગ્રહણના દિવસે જ રસપ્રદ માહિતી આપી હતી. સાથે જ આ ખગોળીય ઘટના અંગે વૈજ્ઞાનિક કારણો ખુબજ સરળ ભાષામાં સમજાવ્‍યા હતા. ગ્રહણ પાછળ ધાર્મિક માન્‍યતાઓને પણ વિજ્ઞાન સાથે સાંકળી અને વિવિધ તારણો તથા સંશોધનોના ઉદાહરણ ટાંકીને અનુમોદન આપી ગ્રહણ સમયે લેવાની કાળજી બાબતે પણ વિસ્‍તૃત સમજ આપી હતી.
વિદ્યાર્થીઓદ્વારા પૂછાયેલા પ્રશ્નોના યોગ્‍ય અને સંતોષકારક ઉત્તરો આપ્‍યા હતા. એજ રીતે ખંડગ્રાસ, ખગ્રાસ અને કંકણાકળતિ સૂર્યગ્રહણની દ્રશ્‍ય અને શ્રાવ્‍ય માધ્‍યમ દ્વારા સમજૂતી આપી હતી. ગ્રહણની ઘટનામાં ચંદ્ર અને પૃથ્‍વીના પડછાયા સાથે અવકાશમાં બનતી બે ખગોળીય ઘટનાની ધોરણ 6 થી 8 ના 190 વિદ્યાર્થીઓને કમ્‍પ્‍યૂટર દ્વારા 3ડી એનિમેશનવાળા વિડીઓ બતાવી સમજાવવામાં આવતા વિદ્યાર્થીઓ અભિભૂત થયા હતા.

Related posts

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

vartmanpravah

કપરાડાના સુખાલા ગામની પરણિતા પૂત્રીને લઈ ગુમ થયા બાદ રાજસ્‍થાન ફરીને 15 દિવસે ઘરે પરત ફરી

vartmanpravah

શહાદાના ઈસમે સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદીના બ્રિજ ઉપરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દાનહમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલઃ ફલૂ જેવા રોગચાળામાં થઈ રહેલો વધારો

vartmanpravah

નવી રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષઃ સંઘપ્રદેશમાં નવી શિક્ષણ નીતિની સફળતાના સંદર્ભમાં યોજાયો વાર્તાલાપ

vartmanpravah

વલસાડ ગુંદલાવ જીઆઈડીસીની કંપનીમાં દશમી વાર ચોરીનો બનાવ બન્‍યો

vartmanpravah

Leave a Comment