Vartman Pravah
Breaking Newsદીવ

દીવ સેવા કેન્‍દ્ર દ્વારા મધર ડેરી જૂનાગઢ ગ્રુપના હેડ ઓફ ડિપાર્ટમેન્‍ટ માટે તનાવ મુક્‍ત જીવન અને મેડિટેશન વિષય પર વર્કશોપ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.14
દીવ સેવા કેન્‍દ્ર દ્વારા મધર ડેરી જૂનાગઢ ગ્રુપના હેડ ઓફ ડિપાર્ટમેન્‍ટ માટે તનાવ મુક્‍ત જીવન અને મેડિટેશન વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બી.કે. ગીતાબેને તનાવનુંકારણ નિવારણ બતાવતા જણાવ્‍યું હતુંકે ભાગદોડ ભરેલી જીંદગીમાં સ્‍વયં વિષે વિચાર કરવાનો સમય નથી. દરેક પોતાના જીવનમાં સુખ, શાંતિની ઈચ્‍છા રાખે છે પણ એનું બીજા પ્રવિત્રતાને અવગણે છે. સમયની તાતી જરૂર છે મનને સ્‍વચ્‍છ, પવિત્ર અને સકારાત્‍મક રાખવાની જેનો આધાર છે. મેડિટેશન, બે મિનિટ મેડિટેશન દ્વારા શાંતિની અનુભૂતિ પણ કરાવવામાં આવી હતી. કુ. ડો. રૂપાંગી બહેને કસરતના ફાયદા સમજાવીને કસરત પણ કરાવી હતી.
કાર્યક્રમમાં પ્‍લાન્‍ટ હેડ ડો. રામબાબુ સિંઘ, પ્રોડક્‍શન હેડ શ્રી વિશાલ રતન શર્મા, ફાયનાન્‍સ હેડ શ્રી સુબોધ શર્મા, એન્‍જિનિયરીંગ હેડ શ્રી રજનેશ કુમાર, એચ.આર.મેનેજર શ્રી રમેશભાઈ પટેલ, લોજિસ્‍ટિક્‍સ એન્‍ડ સ્‍ટોર હેડ શ્રી નિતેશ પટેલ, ક્‍યુ.એ.હેડ શ્રી શોભિત શ્રીવાસ્‍તવ, એમ.આઈ.એસ.ઈન્‍ચાર્જ શ્રી રાજેશ મિત્તલ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આજે વાપીમાં શાંતિદૂત ભગવાન બુદ્ધ જયંતીની ઉજવણી : વિશાળ રેલી યોજાશે

vartmanpravah

સરીગામમાં ભંગારના ધંધા માટે લોહીયાળ જંગ

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા-ધરમપુર વિસ્‍તારમાં વરસાદ ઘટયા બાદ ઠેર ઠેર વિનાશ-તબાહીના દૃશ્‍યો

vartmanpravah

આજે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે શિવસિંધુ મહોત્‍સવ યોજાશે

vartmanpravah

થાણેના સ્‍વાનંદ બાબા આશ્રમમાં આયોજિત હોળી મિલન સમારોહમાં વિપુલ સિંહે પ્રેમની હોળી રમી

vartmanpravah

દમણના ઉમંગ ટંડેલની ગુજરાતની અંડર-23 ટીમમાં વન-ડે ક્રિકેટ ટુર્નામેન્‍ટ માટે પસંદગી

vartmanpravah

Leave a Comment