Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વસુંધરા વિદ્યાપીઠ શાળા, પરજાઈના જરૂરિયાતમંદ બાળકોને સહાયક સામગ્રી અને શાળા સબંધિત વસ્‍તુઓ પૂરી પાડવા હવેલી ઇન્‍સ્‍ટિટયૂટ ઑફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ દ્વારા ‘દાન-દિપોત્‍સવ-2024’નું થયેલું સફળ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દિવાળીના શુભ અવસર પર, હવેલી ઇન્‍સ્‍ટિટયૂટ ઑફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ દ્વારા લીગલ એઇડ એન્‍ડ અવેરનેસ સેલ (LAAC) અને NSS યુનિટના સહયોગથી વાર્ષિક ‘‘દાન-દીપોત્‍સવ” દાન અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ વસુંધરા વિદ્યાપીઠ શાળા, પરજાઈના જરૂરિયાતમંદ બાળકોને સહાયક સામગ્રી અને શાળા સંબંધિત વસ્‍તુઓ પૂરી પાડવાનો હતો.
આ અભિયાનમાં અધ્‍યક્ષ શ્રી ફત્તેહસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ 100થી વધુ બાળકોને સ્‍ટેશનરી કીટ અને શાળાના નવા મકાન માટે જરૂરી વસ્‍તુઓનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. હવેલી સંસ્‍થાના અધ્‍યાપકો અને સ્‍ટાફે આ દાન અભિયાનમાં ઉદારતાથી ફાળો આપ્‍યો, જેમાં ખાદ્યપદાર્થો, કપડાં અને અન્‍ય આવશ્‍યક વસ્‍તુઓનો સમાવેશ થાય છે. છેલ્લા ત્રણ વર્ષથી સતત આયોજિત આ દાન અભિયાન હવેલી સંસ્‍થા દ્વારા સામાજિક જવાબદારી તરફની એકમહત્ત્વપૂર્ણ પહેલ છે.
આ વર્ષના ‘‘દાન-દિપોત્‍સવ”માં મળેલા નોંધપાત્ર દાનમાં આ પ્રમાણેની સામગ્રીનો સમાવેશ થાય છે.
(1) 150 કિલો જૂનું અખબાર (2) 67 સાડીઓ (3) 47 છોકરાઓના કપડાં (4) 53 છોકરીઓના કપડાં (5) એક કાર્ટૂન બાળકોના કપડાં (6) 100+ સ્‍ટેશનરી કિટ્‍સ (7) 70-80 કિલો અનાજ (8) બિસ્‍કીટના બે ડબ્‍બા (9) 20+ ધાબળા (10) 30+ શીટ્‍સ(ચાદર) (11) 42 જોડી ડેનિમ (12) 7 સ્‍કૂલ બેગ (13) રસોડાના વાસણો અને બીજી ઘણી જરૂરી વસ્‍તઓ.
સંસ્‍થાના પ્રમુખ શ્રી ફત્તેસિંહ ચૌહાણ, દાનહના પૂર્વ સાંસદ શ્રી સીતારામ ગવળી, ઉપ પ્રમુખ શ્રી અનંતરાવ નિકમ, ખજાનચી શ્રી વિશ્વેશભાઈ દવે, સહ ખજાનચી શ્રી હીરાભાઈ પટેલ અને શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ સહિત ઈન્‍ચાર્જ પ્રિન્‍સિપાલ ડૉ. સીમા પિલ્લઈ અને એકેડેમિક કાઉન્‍સિલના ચેરપર્સન ડૉ. નિશા પારેખ આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં હવેલી સંસ્‍થાના ફેકલ્‍ટી સભ્‍યોનો વિશેષ ફાળો હતો, IQAC સંયોજક શ્રીમતી લક્ષ્મી નાયર, આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર એકતા તોમર (HOD, LLB), આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર નિર્નેશ નાયડુ (HOD, BA LLB), LAAC કો-ઓર્ડિનેટર અને આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર ખુશ્‍બુ મિશ્રા, શ્રીમતી ગિરિજા સિંઘ, શ્રી હરેશ રાઉત, શ્રીજીસસ કોલાસો અને LAAC અને NSSના તમામ વિદ્યાર્થી સ્‍વયંસેવકોએ ઈન્‍ચાર્જ આચાર્ય ડૉ. શિલ્‍પા તિવારીના માર્ગદર્શન હેઠળ આ અભિયાનને સફળ બનાવવા અથાક પ્રયાસો કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત વસુંધરા વિદ્યાપીઠના બાળકો દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમોથી થઈ હતી, ત્‍યારબાદ એન.એસ.એસ.ના સ્‍વયંસેવકોએ એન.એસ.એસ. સંયોજકો રિંકી યાદવ અને સૌરભ સત્‍યમના માર્ગદર્શન હેઠળ બાળકો સાથે વિવિધ રમત-ગમતની પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું.

Related posts

ચીખલી તાલુકાના સુરખાઇ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિરની ઉપસ્થિતિમાં પશુપાલન શિબિર યોજાઇ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ ખાતે વિદ્યાર્થીનીઓ માટે ‘‘આર્યપુત્રી” સેમિનારનું આયોજન કરાયું

vartmanpravah

ચીખલી – ગણદેવી – ખેરગામ તાલુકામાં મેઘરાજાનું જોર વધ્‍યું લોકમાતાઓ બંન્ને કાંઠે વહેતી થઈ

vartmanpravah

દાનહ નરોલી ચાર રસ્‍તા નજીક અકસ્‍માતમાં એક યુવાનનું મોત

vartmanpravah

વલસાડ સ્‍ટેશને તેજસ એક્ષપ્રેસ ટ્રેનમાં દારૂ પીને છાકટા બનેલ ત્રણને જેલ ભેગા કરાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 67 વર્ષની વયે યુવાનોને પણ શરમાવે એવા તરવરાટ સાથે સાચા કર્મયોગીની કરાવેલી ઝાંખી

vartmanpravah

Leave a Comment