December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીએ દિલ્‍હી ખાતે આયોજીત રાષ્‍ટ્રીય વિજ્ઞાન સેમિનારમાં ઝળકાવેલું કૌવત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : દાદરા નગર હવેલીના નરોલી ગામની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીએ નવી દિલ્‍હીના રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે આયોજીત નેશનલ લેવલ વિજ્ઞાન સેમિનારમાં ભાગ લઈ વિજેતા બની સંઘપ્રદેશનું ગૌરવ વધાર્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ નવી દિલ્‍હીના રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે આયોજીત રાષ્‍ટ્રીય સ્‍તરના વિજ્ઞાન સેમિનારમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહના નરોલી ગામની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલના ધોરણના 10ના વિદ્યાર્થી એન્‍ડરસન અબ્રાહમ રિચર્ડએ પણ ભાગ લીધો હતો. જેમાં તેમનો વિષય હતો ‘‘શ્રી અન્ન એક મૂલ્‍યવર્ધિત પૌષ્ટિક અથવા ભ્રાંતિ આહાર?” આ સ્‍પર્ધામાં વિવિધ કૃતિઓ સાથે રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદમાં 36 સ્‍પર્ધકો ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. જેમાં દાનહના વિદ્યાર્થી એન્‍ડરસન અબ્રાહમ રિચર્ડએ ત્રીજું સ્‍થાન પ્રાપ્ત કર્યું હતું. સંઘપ્રદેશ દાનહના વિદ્યાર્થી એન્‍ડરસન અબ્રાહમ રિચર્ડ જેઓએ રાષ્ટ્રીય સ્‍તરના વિજ્ઞાન સેમિનારની મંજીલ સુધી પહોંચવા માટે શાળા કક્ષા, જિલ્લા સ્‍તર અને રાજ્‍ય સ્‍તરની સ્‍પર્ધાઓમાં ભાગ લઈ રાષ્‍ટ્રીય સ્‍તર સુધી પહોંચ્‍યા છે.
આસેમિનારનો મુખ્‍ય વિષય હતો ‘‘સુપર ફુડ અને ડાયટ ફેડ” જેમાં દાનહની નરોલી શાળાના વિદ્યાર્થીએ કૌવત ઝળકાવ્‍યું હતું અને શાળા, ગામ અને પ્રદેશને ગૌરવ અપાવ્‍યું છે. આ સિદ્ધિ સંઘપ્રદેશના તમામ વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાનો વિષય બન્‍યો છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર વતી એન્‍ડરસનને શુભકામના આપવામાં આવી હતી.

Related posts

દમણ જિલ્લાના તમામ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ

vartmanpravah

વાપીના લવાછામાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું ઉષ્‍માભેર સ્‍વાગત કરતા ગ્રામજનો

vartmanpravah

દાદાસાહેબ જાંબુળકર 21 વર્ષની વયે નગર હવેલી સંગ્રામમાં કૂદી પડયા હતા

vartmanpravah

વલસાડમાં બાળકને સ્‍કૂલે મુકી ઘરે પરત થઈ રહેલી મહિલાના મોપેડમાં આગ લાગતા મોપેડ બળીને ખાક

vartmanpravah

જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ચાઈલ્‍ડ લાઈન સર્વિસ ‘‘1098” દીવ દ્વારા દીવના મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ દીવ પ્રમુખશ્રી હેમલતાબેન સોલંકી તથા ઉપપ્રમુખશ્રી હરેશભાઈ કાપડિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અમૃતાબેન બામણીયા સાથે શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દીવની મુલાકાતે

vartmanpravah

Leave a Comment