October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા યુ.ટી. સ્‍તરીય ચિત્રકલા હરીફાઈ-2022નું આયોજન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ : દેશમાં ઊર્જાની બચતને પ્રોત્‍સાહન આપવા માટે ઉર્જા મંત્રાલય અંતર્ગત ઉર્જા કાર્યકુશળતા બ્‍યુરો દ્વારા રાષ્ટ્રીય જાગૃતતા અભિયાન ચલાવવામાં આવે છે તે મુજબ દાદરા નગર હવેલી અને દમણ-દીવ રાજ્‍ય સંઘ સ્‍તરીય ચિત્રકલા હરીફાઈનું આયોજન આ વર્ષે પ્રદેશ અને રાષ્ટ્રીય સ્‍તર પર વિદ્યાર્થીઓ માટે ચિત્રકામ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યુંછે. ચિત્રકામ સ્‍પર્ધામાના માધ્‍યમથી બાળકોમાં ઊર્જાની બચત અંગે જાગૃતતા પેદા થશે અને બાળકોના વાલીઓ પણ એનાથી શિક્ષિત થશે. ઊર્જા સંરક્ષણ માટે પ્રતિબદ્ધ થશે.
પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા લિમિટેડ કલા ઉપકેન્‍દ્ર દ્વારા દાનહમાં રાજ્‍ય સ્‍તર પર ધોરણ 5, 6 અને 7ના વર્ગ એ અને ધોરણ 8, 9 અને દસના વર્ગ બીના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગના સહયોગ દ્વારા ચિત્રકલા હરીફાઈનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પ્રદેશની દરેક શાળાઓમાં સંઘસ્‍તરીય પર વિવિધ સ્‍કૂલ લેવલ પર યોજાનાર ચિત્રકલા સ્‍પર્ધામાં શાળાના 3600થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ રહ્યા છે. જેમાંથી 55 શ્રેષ્‍ઠ ચિત્ર બનાવનાર વિદ્યાર્થીઓને સંઘપ્રદેશ સ્‍તરીય ચિત્રકલા હરીફાઈ માટે 12 નવેમ્‍બરના રોજ ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ, ટોકરખાડા સેલવાસમાં ‘હમ પ્રો પ્‍લેનેટ લોગ હૈ’ અને ‘પરિપત્ર અર્થવ્‍યવસ્‍થા પુનઃ ઉપયોગ કમ કરે ઓર રિસાયકલ’ વિષય પર ચિત્રકામ સપર્ધા માટે આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

Related posts

કર્ણાટકમાં કોંગ્રેસના ભવ્‍ય વિજયનો જશ્ન વાપી-વલસાડમાં પણ મનાવાયો

vartmanpravah

વલસાડમાં એક જ સ્‍થળે છેલ્લા ત્રણ દિવસથી લાગતી ભેદી આગ : લોકો ભયભીત

vartmanpravah

એકશન એઈડ અને આદિવાસી એકતા પરિષદના ઉપક્રમે ધરમપુરમાંસ્ત્રી હિંસા વિરૂધ્‍ધ અભિયાનનો પ્રારંભ

vartmanpravah

ચીખલીમાં રામ જન્‍મોત્‍સવ પૂર્વે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

વાપી દૈવજ્ઞ સમાજની વાર્ષિક સામાન્‍ય સભામાં સભ્‍ય નોંધણી ઝુંબેશને વેગ આપવાનો નિર્ણય

vartmanpravah

નવસારીની તાતા ગર્લ્‍સ સ્‍કૂલ ખાતે ચિરાગ ભટ્ટનો મોટીવેશનલ સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment