September 15, 2026
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણપારડીવાપીસેલવાસ

સેલવાસ સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ ઉપર યોજાયેલ ગ્રામીણ પ્રીમિયર લીગ સિઝન-6માં ખાનવેલ કિંગ ચેમ્‍પિયન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : સેલવાસ સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ ખાતે આયોજીત ગ્રામીણ પ્રીમિયર લીગ સિઝન-6ની ફાઈનલ મેચ ખાનવેલ કિંગ અને સેલવાસના વોર્ડ નંબર 10ની ટીમ વચ્‍ચે રમાઈ હતી. જેમાં ખાનવેલ કિંગની ટીમ વિજેતા બની હતી. ચેમ્‍પિયન બનેલી ખાનવેલ કિંગની ટીમને એક લાખ રોકડા અને ટ્રોફી અને રનર્સઅપ ટીમને પચાસ હજાર રોકડા અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ટૂર્નામેન્‍ટમાં મુખ્‍ય અતિથિ તરીકે સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, ઉપ પ્રમુખ શ્રી દિપક પ્રધાન, ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, પ્રદેશ ભાજપ સચિવ શ્રી જીજ્ઞેશ પટેલ, દમણ ભાજપના યુવા નેતા શ્રી યોગેશ કુમાર, ભાજપ મહિલા મોર્ચાના ઉપ પ્રમુખ જુલીબેન સોલંકી, શ્રી લલિત પટેલ એડવોકેટ સની ભિમરા સહિત સભ્‍યો અને મોટી સંખ્‍યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
15 દિવસનીઆ ટૂર્નામેન્‍ટમાં સેલવાસ યુથ ક્‍લબ દ્વારા દરરોજ વિવિધ સમુદાયોને આમંત્રણ અને સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ ભવ્‍ય કાર્યક્રમને સફળ બનાવવા સેલવાસ યુથ ક્‍લબના સંસ્‍થાપક શ્રી શાંતુભાઈ પૂજારી, પ્રમુખ શ્રી હાર્દિક પૂજારી, ઉપ પ્રમુખ શ્રી નિતેશ મોહિતે અને તેમની ટીમે મહત્‍વની ભૂમિકા ભજવી હતી.
આ ઈવેન્‍ટનું લાઈવ ટેલિકાસ્‍ટ પણ દેશભરમાં લગભગ 5 લાખ લોકોએ નિહાળ્‍યું હતું.ખાન કેબલ નેટવર્કે લાઈવ ટેલિકાસ્‍ટ માટે પોતાની સેવા પૂરી પાડી હતી.
આયોજક ટીમે તમામ મહાનુભાવો, મીડિયા કર્મીઓ, ટીમના માલિક, કેપ્‍ટન અને ગ્રાઉન્‍ડ મેન, અમ્‍પાયર અને વિલિયમ ડીજે, વહીવટીતંત્ર અને ઉપસ્‍થિત રમતપ્રેમીઓનો દિલથી આભાર માન્‍યો હતો.

Related posts

વલસાડ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા સ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

વાપીના પ્રસિધ્‍ધ અંબામાતા મંદિરમાં મહિલા ભજન મંડળની 17 મંડળીઓ વચ્‍ચે ભજન કોમ્‍પિટીશન યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના સહાયક શિક્ષણ નિર્દેશક મણિલાલભાઈ પટેલ સેવા નિવૃત્તઃ શિક્ષણનું સ્‍તર ઊંચું લાવવા અને શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે હંમેશા પ્રયાસરત રહ્યા

vartmanpravah

દાનહઃ કરાડ ગામે ઉમા કાબરા વેદ વિદ્યાલયનું ઉદ્ઘાટન કરાયું

vartmanpravah

વાપી મેરેથોનમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ દેગામનાં 23 દિવ્‍યાંગ બાળકોએ આત્‍મવિશ્વાસ અને ઉત્‍સાહ સાથે ભાગ લીધો

vartmanpravah

પારડીથી 12.99 લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપતી એલસીબી

vartmanpravah

Leave a Comment