April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ચૂંટણી ખર્ચ નિરિક્ષકશ્રી ડો. રંજન અગ્રવાલે ચૂંટણી ખર્ચની બાબત સાથે સંકળાયેલી વિવિધ ટીમોના નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી

  • કેન્‍દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષક રંજન અગ્રવાલ અને જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ વિવિધ ટીમોને માર્ગદર્શન આપ્‍યું

  • ચૂંટણી ખર્ચ સંબંધિત કોઈ પણ ફરિયાદ કે રજૂઆત હોય તો ચૂંટણી ખર્ચ નિરીક્ષક ડો. રંજન અગ્રવાલને મો.6354378845 પર કરી શકાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
વલસાડ, તા.07: ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 અન્‍વયે વલસાડ જિલ્લાની 5 બેઠક પર તા.1 ડિસેમ્‍બરે યોજાનારી ચૂંટણી સંદર્ભે ભારત સરકારના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ખર્ચ નિરિક્ષક તરીકે નિયુક્‍ત કરાયેલા ડો. રંજન અગ્રવાલ (આઈઆરએસ)ના અધ્‍યક્ષ સ્‍થાને તા.7 નવેમ્‍બરને સોમવારે વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી-વ-જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, એક્‍સપેન્‍ડિચર મોનિટરીંગ નોડલ ઓફિસર-વ-જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની અને જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાની ઉપસ્‍થિતિમાં ચૂંટણી સંબંધિત વિવિધ કામગીરીના જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે મહત્‍વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં વિવિધ કામગીરીઓનું સરળ સંચાલન અને સંકલન અંગે નોડલ અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી બાબતે જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.
આ બેઠકના અધ્‍યક્ષસ્‍થાનેથી ચૂંટણી ખર્ચ નિરિક્ષક ડો. રંજન અગ્રવાલે નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દરેક નોડલ અધિકારીઓ અને કર્મચારીઓએ કરવાની થતી કામગીરી અંગે માહિતી આપી હતી. આ સાથે જ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે સીધો સંવાદ કરી આ અગાઉ ભૂતકાળમાં ચૂંટણીલક્ષી બજાવેલી વિવિધ ફરજો અને જવાબદારીઓની પણ તેમનીપાસેથી જાણકારી મેળવી હતી. બેઠકને સંબોધતા કેન્‍દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષક ડો.રંજન અગ્રવાલે વલસાડ જિલ્લામાં યોજાનારી વિધાનસભા મત વિસ્‍તારની પાંચેય બેઠકોની ચૂંટણી મુક્‍ત અને ન્‍યાયી રીતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે અનુરોધ કરી પ્રત્‍યેક ટીમોને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ કાળજીપૂર્વક નિભાવવા અને જે તે ટીમે તેમની કામગીરીમાં ઝીણવટભરી બાબતોને પણ ધ્‍યાનમાં લેવાની સાથો-સાથ ચૂંટણી ખર્ચ બાબતે સંકળાયેલી તમામ ટીમો વચ્‍ચે સંકલન જળવાઈ રહે તેના ઉપર પણ ભાર મુકયો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારી-વ-જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્‍યું હતું કે, વિધાનસભાની ચૂંટણી નિષ્‍પક્ષ, ન્‍યાયી અને ભયમુક્‍ત વાતાવરણમાં યોજાય તેવી હિમાયત કરી અધિકારી અને કર્મચારીઓ પોઝિટિવ એનર્જી સાથે સુપેરે કામગીરી પાર પાડે તે માટે શુભકામનાઓ આપી હતી. બાદમાં દરેક ટીમોને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવા અંગે વિસ્‍તૃત માહિતી તેમજ માર્ગદર્શન આપ્‍યું હતું.
વલસાડ જિલ્લાના પ્રજાજનો, રાજકીય પક્ષો, ઉમેદવારો, તેમના સમર્થકો વગેરેને ચૂંટણી ખર્ચ સંબંધિત કોઈ પણ ફરિયાદ કે રજૂઆત કરવી હોય તો ચૂંટણી ખર્ચ નિરીક્ષક ડો. રંજન અગ્રવાલને મો.6354378845 પર કરી શકાશે.મતદારો માટે હેલ્‍પલાઈન નંબર જાહેર કરાયા છે. જેમાં ટોલ ફ્રી નંબર 1800 233 2610 અને લેન્‍ડ લાઈન નંબર 02632-297019 છે. જેના પર મતદારોએ સંપર્ક કરવાનો રહેશે.
આ બેઠકમાં નિશા ચૌધરી (પ્રોબેશન આઈએએસ), ઈન્‍કમટેક્‍સ ડિપાર્ટમેન્‍ટના વિક્રમસિંગ રત્‍નુ, નોડલ કોડ ઓફ કંડક્‍ટ-વ-પ્રાયોજના વહીવટદાર અશોક કલ્‍સરીયા, સુપ્રિટેન્‍ડન્‍ટ ઓફ કસ્‍ટમ રિશી શર્મા, એકાઉન્‍ટ ટીમના નોડલ અધિકીરી, સ્‍ટેટિક સર્વિલન્‍સ ટીમ, ફલાઈંગ સ્‍ક્‍વોડ, વીડિયો વ્‍યુઈંગ ટીમ, જિલ્લામાં કાર્યરત ચેકપોસ્‍ટ, પોલીસ ટીમ, એમસીએમસી ટીમ, એક્‍સપેન્‍ડીચર મોનિટરીંગ સેલના પાંચેય વિધાનસભા મત વિસ્‍તારના તમામ નોડલ ઓફિસરો તથા ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલી તમામ ટીમોના સભ્‍યો, અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

આવશ્‍યક સેવાઓમાં ફરજ પરના ગેરહાજર મતદારોએ દિન-3માં પોસ્‍ટલ બેલેટ મોકલી આપવા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: ગુજરાત રાજ્‍ય વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત આવશ્‍યક સેવાઓમાં ફરજ પરના ગેરહાજર મતદારો દ્વારા ટપાલ મતપત્રથી મતદાન બાબતે જોગવાઈ કરવામાં આવી છે. ટપાલ મતપત્રક મેળવવા માટે મતદારોએ ફોર્મ નં. 12-ડીમાં સંબંધિત ચૂંટણી અધિકારીને અરજી કરવાની થાય છે. જે ધ્‍યાને લઈ સરકારી ખાતાનાવિવિધ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને ફોર્મ નં. 12-ડી સંબંધિત ચૂંટણી અધિકારીને દિન-3માં મોકલી આપવા પોસ્‍ટલ બેલેટના નોડલ ઓફિસર અને વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસરે અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

આદર્શ આચારસહિંતા સંદર્ભે સોશિયલ મિડીયા ઉપર ઘૃણા ફેલાવતી પોસ્‍ટ કરનાર સામે કાર્યવાહી થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: આગામી વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-2022 અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલમાં હોય કોઈપણ વ્‍યક્‍તિ બલ્‍ક એસએઅમેસ/સોશિયલ મિડીયા ઉપર સામાજિક ધાર્મિક કે કોમી, રાજકિય ઘૃણા ઉત્‍પન્ન કરતી હોય તેવી પોસ્‍ટ, ફોટા, વિડીયો-ઓડિયો કોમેન્‍ટ વિગેરે પ્રકારની પોસ્‍ટ કરશે તો તેઓ વિરૂધ્‍ધ કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ વોટ્‍સએપ, ઈન્‍સ્‍ટ્રાગ્રામ, ફેસબૂક, ટવીટર અને સ્‍નેપચેટ જેવી તમામ સોશિયલ મીડિયા સાઈડ્‍સ ઉપર ટેકનિકલ સેલની ટીમ દ્વારા આવી પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર સતત વોચ રાખવામાં આવી રહી છે. જો આવી કોઈ પ્રવૃત્તિ આપના ધ્‍યાને આવે તો તુરંત જ નોડલ ઓફીસર એસ.ડી.ચૌધરી પોલીસ ઈન્‍સ્‍પેકટર સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન વલસાડ, મો.નં. 99787 92779 અને સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન વલસાડ ટેલીફોનનંબર- 02632-252201 પર સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

દમણની સેલો કંપનીમાં ફરજ બજાવતા સિક્‍યુરીટી ગાર્ડ ઉપર અજાણ્‍યા ઈસમે કરેલું ફાયરિંગ

vartmanpravah

ચીખલી તાલુકામાં મિક્ષ ઋતુ વચ્‍ચે સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલમાં શરદી, ખાંસી,તાવના દર્દીઓની સંખ્‍યા વધી

vartmanpravah

ઉચ્‍ચત્તર માધ્‍યમિક ગુજરાત બોર્ડનું દાદરા નગર હવેલીનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 57.14 ટકા

vartmanpravah

વાપીમાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનિમિયાના દર્દીઓ પર અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો

vartmanpravah

આજે દપાડા પ્રાથમિક કેન્‍દ્ર શાળા ખાતે ‘પ્રશાસન આપના દ્વાર’ કાર્યક્રમ

vartmanpravah

દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 30મી મે થી 30મી જૂન સુધી વિશેષ ‘‘જન સંપર્ક અભિયાન” યોજાશે

vartmanpravah

Leave a Comment