October 15, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા 22મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ : પાટીદાર ઈલેવન ફાઈનલ વિજેતા: નાણાં-ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વિજેતા ટીમોને ટ્રોફી અર્પણ કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21
મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા તા.19-20 માર્ચ શનિ-રવિવારે વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં બે દિવસીય 22મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ હતી. નવ વિવિધ ટીમો વચ્‍ચે યોજાયેલ સ્‍પર્ધામાં ફાઈનલ વિજેતા પાટીદાર ઈલેવન ટીમ બની હતી. ધારાસભ્‍ય અને રાજ્‍યના નાણાં-ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વિજેતા ટીમો અને ફાઈનલ વિજેતા ટીમને ટ્રોફી-પુરસ્‍કાર અર્પણ કરવામાં આવ્‍યા હતા.
વાપી મહેસાણા પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્‍ટના ઉપક્રમે 22મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ ગત શનિ-રવિવારે વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં યોજાઈ હતી. જેમાં ગેલ્‍કો, પાટીદાર, વિર, જશ, સુપરબુલ, 40 પ્‍લસ, મહાકાલી, ગ્‍લોબલ અને નિકુર એમ નવ વિવિધ ટીમોને વચ્‍ચે મર્યાદિત ઓવરની મેચો યોજાઈ હતી. જેમાં પ્રથમ સેમિફાઈનલ જશ ઈલેવન અને સુપરબુલ ઈલેવન વચ્‍ચે રમાઈ હતી. જેમાં જશ ઈલેવન 8 વિકેટે વિજયી બની હતી. જ્‍યારે બીજી સેમિફાઈનલ મહાકાલી અને પાટીદાર ઈલેવન વચ્‍ચે રમાઈ હતી. જેમાં પાટીદાર ઈલેવનની ટીમે 5 વિકેટની જીત હાંસલ કરી હતી. બપોરના વિરામ બાદ અંતે બન્ને સેમિફાઈનલ વિજેતાટીમ-જશ ઈલેવન અને પાટીદાર ઈલેવન વચ્‍ચે રસાકસી ભરી ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં 7 વિકેટે પાટીદાર ઈલેવન બમ્‍પર વિજેતા બની હતી. ટૂર્નામેન્‍ટના અંતે ખેલાડીઓને પ્રોત્‍સાહિત કરવા યોજાયેલ સન્‍માન સમારંભમાં મુખ્‍ય અતિથિ તરીકે નાણાં અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમના હસ્‍તે વિજેતા ટીમોને ટ્રોફી-પુરસ્‍કૃત કરાઈ હતી. બે દિવસીય ટૂર્નામેન્‍ટમાં મેન ઓફ ધ મેચ નિત્‍ય પટેલ પાટીદાર ઈલેવન, બેસ્‍ટ બેસ્‍ટમેન અંકિત પટેલ જશ ઈલેવન, બેસ્‍ટ બોલર નિત્‍ય પાટીદાર ઈલેવન અને મેન ઓફ ધ સિરિઝ પ્રેમ પટેલ રહ્યા હતા. ખેલાડી સન્‍માન સમારોહમાં વાપી ભાજપ પ્રમુખ સતીષ પટેલ, વી.આઈ.એ. પ્રમુખ, ન.પા. કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ, કમલેશભાઈ પટેલ, નોટીફાઈડ ભાજપ પ્રમુખ હેમંત પટેલ, મહેસાણા પ્રગતિ મંડળના અગ્રણી ભરતભાઈ પટેલ, કોર્પોરેટર સુરેશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, સાંઈરામ સહિત બે દિવસીય મેચ નિહાળવા માટે મહેસાણા-પાટણ જિલ્લા પરિવારના વડીલો-અગ્રણીઓ ખાસ ઉપસ્‍થિત રહીને ટૂર્નામેન્‍ટને સફળ બનાવી હતી.

Related posts

દીવમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે આજે ફરી આગ લાગી

vartmanpravah

પુષ્‍પના સ્‍પર્શ પહેલાં જ તેની સુગંધ પ્રસરી જાય છે, તેમ સત્‍પુરુષના દર્શન, તેમની સાથેના વાર્તાલાપ પહેલા જ પુણ્‍યવંતા બની જાય છે

vartmanpravah

સંઘપ્રદેશમાં ખાલી પડેલ જિ.પં. અને ગ્રા.પં.ની બેઠકો માટેની પેટા ચૂંટણી 17મી ઓક્‍ટોબરે યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્‍ટેશન દ્વારા 835 પિધ્‍ધડો ઝડપાયા

vartmanpravah

vartmanpravah

વલસાડમાં ટીચર ટેલેન્ટ સર્ચ સિઝન- 5માં 61 શાળા-કોલેજના 350થી વધુ શિક્ષકોએ ભાગ લીધો

vartmanpravah

Leave a Comment