Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા ‘રન ફોર યુનિટી’ અંતર્ગત એકતા દોડ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકશ્રીના માર્ગદર્શનમાં જિલ્લામાં એકતા ઉત્‍સવ મનાવવા માટે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતિ અવસરે ‘રન ફોર યુનિટી’ અંતર્ગત આરોગ્‍ય વિભાગ દ્વારા એકતા દોડનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેને સંઘપ્રદેશના આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. આ દોડમાં આરોગ્‍ય નિર્દેશાલયના કર્મચારી શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના કર્મચારી, નમો મેડીકલ કોલેજ, નર્સિંગ કોલેજ, પેરા મેડિકલ ઈન્‍સ્‍ટીટ્‍યુટનાવિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલના કર્મચારીઓએ પણ ખાનવેલ વિસ્‍તારમાં એકતા દોડમાં ભાગ લીધો હતો. આ દોડ સિવિલ હોસ્‍પિટલથી કિલવણી નાકા, ઝંડાચોક પોલીસ સ્‍ટેશન, ચાર રસ્‍તા, મીની બસ સ્‍ટોપ, ટોકરખાડા સર્કલ આદિવાસી ભવન થઈ પરત સિવિલ હોસ્‍પિટલ ખાતે સંપન્ન કરવામા આવી હતી.

Related posts

દાનહ-સામરવરણી પંચાયત ખાતે ઓર્ગેનિક ખાતર અંગે જાણકારી અપાઈ

vartmanpravah

ધરમપુરમાં સ્‍વામી વિવેકાનંદજીની ૧૬૦મી જન્‍મજયંતી નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો: કોવિડની ગાઈડલાઈનને અનુસરી યુવા સંમેલન અને યુવા સેમિનાર આ વર્ષે પણ મોકૂફ રખાયા

vartmanpravah

ધરમપુર મૃગમાળ પ્રા.શાળાના વિવાદિત શિક્ષક દુર કરવાની માંગણી બાદ પણ હાજર થતા લોકોએ શાળાને તાળા માર્યા

vartmanpravah

દાદરાની ગ્રોવર એન્‍ડ વીલ ઈન્‍ડિયા લિ. કંપનીમાં નેત્ર ચિકિત્‍સા શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલી કાવેરી સુગરમાં ત્રણ જેટલા નવા ડિરેક્‍ટરોની નિયુક્‍તિ

vartmanpravah

ચીખલીના સાદકપોર ગામે જમીનના અભાવે આંગણવાડીના ભૂલકાંઓ ઘરના ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબૂર

vartmanpravah

Leave a Comment