October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દીવની ટ્રેડ યુનિયન એન્‍યુઅલ જનરલ મિટીંગ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.28: આજરોજ ટ્રેડ યુનિયન દીવની એન્‍યુઅલ જનરલ મિટીંગ હોટલ આપના ખાતે રાખવામાં આવી હતી. તેમાં ટ્રેડ યુનિયન દીવના 60 જેટલા સભ્‍યો હાજર રહ્યા હતા અને આ વર્ષે નવા 3સભ્‍યો દાખલ થયેલા.
કોરોના સમય બાદ ઘણા લાંબા સમય બાદ એન્‍યુઅલ જનરલ મિટીંગ બોલાવી હોય, મિટીંગમાં અગાઉના વર્ષમાં કરેલા કાર્યના વિગતોની સભ્‍યોને માહિતી આપવામાં આવી અને ટ્રેડ યુનિયન દીવના સભ્‍યો માટે કોઈ મુશ્‍કેલ હોય તો તે મુશ્‍કેલીમાં ટ્રેડ યુનિયન દ્વારા બનતી મદદની ખાતરી આપવામાં આવી હતી.
ટ્રેડ યુનિયન આ મિટીંગમાં લ્‍ગ્‍ત્‍ દીવના મેનેજર હાજર રહેલા અને ટ્રેડ યુનિયન દીવ ના સભ્‍યોને લોન, ડિપોઝિટ કે ફોરેક્ષમાં કાંઈ જરૂર હોય તો બેન્‍ક દ્વારા ટ્રેડ યુનિયનના સભ્‍યો કામ સરળતાથી થાય તે માટે પ્રાધાન્‍ય આપવામાં આવશે. મેનેજર દ્વારા સભ્‍યો ને લ્‍ગ્‍ત્‍ મેડીકલેઈમ પોલીસી વિશે માહિતી આપવામાં આવી.
ટ્રેડ યુનિયન દીવના સભ્‍યો દ્વારા આવતા વર્ષે માટે ટ્રેડ યુનિયનના પ્રમુખ તરીકે શ્રી કાદરભાઈ કુરેશી ફરી સર્વાનુમતે વરણી કરવામાં આવી, આમ શ્રી કાદરભાઈ કુરેશી ટ્રેડ યુનિયનના પ્રમુખ તરીકે સતત 10 વર્ષ પુરા કરી 11 માં વર્ષમાં ફરી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, ઉપ પ્રમુખ તરીકે શ્રી શાહનવાઝભાઈ, સેક્રેટરી તરીકે શ્રી નિલેશભાઈ પુરોહિત, ખજાનચી તરીકે શ્રી યાસીનભાઈ સીડા શ્રી વાસીમભાઈ અને શ્રી નાસિરભાઈને યથાવત રાખવામાં આવ્‍યા છે. કોર કમિટીમાં 5 નવા સભ્‍યોને ઉમેરવામાં આવ્‍યા છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પૂર્વ રાષ્‍ટ્રપતિ રામ નાથ કોવિંદની લીધેલી શુભેચ્‍છા મુલાકાતઃ મહત્‍વના વિષયો ઉપર કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

પારડીના પરિયા કૃષિ પ્રાયોગિક કેન્દ્ર દ્વારા વઘઈમાં કાજુની વૈજ્ઞાનિક ખેતી અંગે તાલીમ યોજાઈ

vartmanpravah

વાપી, બલીઠા, છરવાડા જલારામમંદિરોમાં બાપાની 223મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા પુરુષોત્તમ રૂપાલાના નિવેદન વિરૂધ્‍ધ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

વાપી એસટી ડેપોમાં કર્મચારીનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં 23 જૂન રવિવાર પોલીયો દિવસ અંતર્ગત સ્‍ટીયરીંગ કમિટીની મિટિંગ તથા વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment