Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના દોણજા ગામે કાવેરી નદી પરનો કોઝવે કમ ચેકડેમ જર્જરિત

કોઝવે કમ ચેકડેમમાં પાણી સંગ્રહ કરવા માટે લગાવવામાં આવેલા તમામ દરબાજા ગાયબ

186 મીટર લંબાઈ ધરાવતો કોઝવે ચોમાસામાં અવાર-નવાર ડૂબી જતો હોવાથી દોણજાના હાથી નગર અને નાની ખાડી બે ફળિયા ગામથી વિખૂટા પડી જતા હોય છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી તાલુકાના દોણજા ગામે કાવેરી નદીનો પચાસેક વર્ષ જૂનો ડૂબાઉ ચેકડેમ કમ કોઝવે પર ચોમાસામાં અવારનવાર પૂરના પાણી ફરી વળતા હોય છે જેને લઈને દોણજા ગામના હાથીનગર અને નાની ખાડી એમ બે ફળિયાના 750થી વધુની વસ્‍તીને હાલાકીનો પાર રહેતો નથી. દોણજાના બે ફળિયા અવારનવાર ચોમાસા દરમિયાન વીખૂટા પડી જતા આ ફળિયાના લોકોએ ગામમાં કે તાલુકા મથકે પહોંચવું હોય તો વાંદરવેલા કે હરણગામથી 10 થી 15 કિલોમીટરનો લાંબો ચકરાવો કાપવો પડતો હોય છે. આ ઉપરાંત ચોમાસામાં ઘણીવાર તો એક દિવસથી વધુ દિવસો પણ આ ડૂબાઉ કોઝવે પાણીમાં ગરક રહેતો હોવાથી આ વિસ્‍તારના વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થતી હોય છે, પશુપાલકો ડેરીમાં દૂધ ભરવા પણ આવી શકતા નથી. આ ઉપરાંત કોઝવે ડૂબેલો હોય તેવા સંજોગોમાં કોઈ બીમારપડે તો હાલાકીનો પાર રહેતો નથી.
દોણજાનો આ હાથીનગર કોઝવે વર્ષો જૂનો હોય લોકોની સલામતી માટે રેલિંગ પણ નથી અને કોન્‍ક્રીટની સપાટી પણ ઉખડી જવા પામી છે અને રેતી કપચી જેવું માલસામાન બહાર આવી જવા પામ્‍યું છે. આમ આ કોઝવે લોકો માટે જોખમી પણ થઈ રહ્યો છે. દોણજા ગામે કાવેરી નદી પર ડુબાઉ કોઝવેના સ્‍થાને નવા પૂરતી ઊંચાઈવાળા પૂલની દરખાસ્‍ત માર્ગ મકાન વિભાગમાં ધૂળ ખાઈ રહી છે.
પ્રાપ્ત વિગત મુજબ માર્ગ મકાન દ્વારા વર્ષ 2017-18માં 186 મીટર જેટલી લંબાઈના નવા પુલ માટે રૂા. 8.50 કરોડની દરખાસ્‍ત કરવામાં આવી હતી. પરંતુ આ દરખાસ્‍તને અભરાઈએ ચઢાવી દેવાતા આજ દિન સુધી નવા પુલના આ કામને મંજૂરી મળી નથી ત્‍યારે આઝાદીના આટલા વર્ષો બાદ પણ દોણજાના હાથીનગર, નાનીખાડી વિસ્‍તારના લોકોની સમસ્‍યા દૂર કરવા માટે કેટલા વર્ષ હજુ લાગશે તે જોવું રહ્યું.

Related posts

પારડી તાલુકાના ટૂકવાડા-મોરાઈ ગામ ખાતે બની ગોઝારી ઘટના: કોલક નદીમાં ન્‍હાવા આવેલા વાપીના 6 સગીરો પૈકી પાંચને બચાવાયા, એકનું ડૂબી જવાથી મોત

vartmanpravah

દીવમાં નાગવા રોડ પર ગાડી સ્‍લીપ થતાં અકસ્‍માત સર્જાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી ખાતે હેલિપેડ નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

વાપી નગર પાલીકાની નવી ચૂંટાયેલી પાંખની બેઠક 1પ ડિસે. મળશે : પ્રમુખ અને ઉપ પ્રમુખ માટે નામો ચર્ચામાં

vartmanpravah

વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝમાં પાર્ક કરેલ ટ્રકમાં આગ લાગતા અફરા તફરીના દૃશ્‍યો સર્જાયા

vartmanpravah

કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણમાં આંબાની ખેતી સાથે જોડાયેલા ખેડૂતોએ તકેદારી રાખવી

vartmanpravah

Leave a Comment