October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં કાલ ન્‍યુપોર્ટની “Deep Work” પુસ્‍તક પર વાર્તાલાપ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.01: નવસારીની સયાજી વૈભવ લાઈબ્રેરીમાં દર શનિવારે મને ગમતું પુસ્‍તક વાર્તાલાપ યોજાય છે. જેમાં મહિનાના પ્રથમ શનિવારે યુવા વાર્તાલાપ યોજાય છે. જેમાં 1લી જૂન શનિવારે સાંજે 6 વાગે હર્ષા ઘોઘારીએ વાર્તાલાપ કર્યો હતો. વર્લ્‍ડ બેસ્‍ટ સેલર પુસ્‍તક “Deep Work”ના લેખક કાલ ન્‍યૂપોર્ટ છે. જેમણે અત્‍યાર સુધી 7 પુસ્‍તકો લખ્‍યા છે જેમાંથી ઘણા પુસ્‍તકો ન્‍યૂયોર્ક ટાઈમ્‍સની બેસ્‍ટ સેલર યાદીમાં સામેલ છે. યુવા વાર્તાલાપમાં 50થી વધુ શ્રોતાગણો હાજર રહ્યા હતા. યુવા વાર્તાલાપના પ્રોજેક્‍ટ કન્‍વીનર દીપકભાઈ પરીખ તેમજ માનસી મહેતા દ્વારા હર્ષા ઘોઘારીનો પરિચય આપવામાં આવ્‍યો હતો. જ્‍યારે આરતીબેન લુહાર દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી. સયાજી લાઈબ્રેરીના પ્રમુખ પ્રશાંત પારેખ અને મંત્રી માધવી શાહે સૌ પુસ્‍તકપ્રેમીઓનો આભાર માન્‍યો હતો.

Related posts

ધરમપુર તાલુકાની ચાર વાંચન કુટિરોમાં 15 મી ઓગસ્‍ટે પુસ્‍તક પ્રદર્શન અને ચિત્ર સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

ડહેલીથી સાબિયા ગુમ થઇ છે

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં પ્રસુતિમાં મહિલાનું મોત નિપજતા પરિવારનો હંગામો

vartmanpravah

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડમાં તન્‍મય ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ચેસ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

પારડીની બગવાડા હાઈસ્‍કૂલમાં ગીતા જયંતિના પર્વે વિવિધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment