Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસની બદલાય રહેલી સિકલ અને સૂરત : ચોમાસા પહેલા ઘણા પ્રોજેક્‍ટો કાર્યાન્‍વિત થવાની કગાર ઉપર

  • કોરોના રોગચાળાના કારણે લાગેલા ગ્રહણથી પ્રોજેક્‍ટોની ગતિ ધીમી રહેવા છતાં હવે પકડેલી રફતાર

  • પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સપનાને સાકાર કરવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સ્‍માર્ટ સીટી સેલવાસની કાયાપલટ માટે આદરેલા પોતાના શ્રેષ્‍ઠપ્રયાસો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.21
ભારત સરકાર દ્વારા સેલવાસનો સ્‍માર્ટ સીટી યોજનામાં કરાયેલા સમાવેશથી સેલવાસની સકલ અને સૂરત બદલાય રહી છે. કોરોના રોગચાળાના કારણે લાગેલા ગ્રહણથી કેટલાક પ્રોજેક્‍ટોની ગતિ ધીમી રહેવા છતાં અગામી ચોમાસા પહેલા લગભગ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટો પૂર્ણ થશે એવી અપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 800 મીટરથી વધુ લાંબા સેલવાસ-નરોલી રીંગરોડમાં નરોલી તરફ 225 મીટર આરસીસી કામની સાથે નરોલી તરફ 300 મીટર અને સેલવાસ તરફ 330 મીટરનો ફલાય ઓવર બ્રીજ અગામી ચોમાસા પહેલા પૂર્ણ થવાની સંભાવના છે. આ બ્રીજ નીચેથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપર ત્રણ બ્રીજ બની રહ્યા છે. જેમાં પીપરીયા ખાતેના બ્રીજની ઓળખ જંકશન-જી તરીકે કરવામાં આવશે, સામરવરણી બ્રીજને જંકશન-બી અને યાત્રી નિવાસ સેલવાસ-નરોલી બ્રીજને જંકશન-એ તરીકે હાલ ઓળખ આપવામાં આવી છે. આ ત્રણેય બ્રીજ રૂા.77.રર કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યા છે. બ્રીજની બંને બાજુ 8 મીટરનો સર્વિસ રોડ બનશે અને એની સાથે 1.પ મીટરના ફૂટપાથ પણ તૈયાર કરાશે. આ નિર્માણ કાર્ય ગત બે વર્ષમાં પૂર્ણ કરવાનું હતું પરંતુ કોરોનાકાળના કારણે કામ લંબાયું છે. જેને અગામી ચોમાસા પહેલા પૂર્ણ કરવા કામગીરીપૂરજોશમાં શરૂ કરાઈ છે.
બ્રીજ, રોડ અને સર્વિસ રોડ ઉપરાંત સ્‍માર્ટ સીટી યોજનામાં સેલવાસની સંપૂર્ણપણે કાયાપલટ થઈ રહી છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સપનાને સાકાર કરવા માટે સ્‍માર્ટ સીટી સેલવાસની કાયાપલટ માટે પોતાના શ્રેષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે.

Related posts

નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી (NIFT)દમણ કેમ્‍પસમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જહાજ, બંદર અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનવાલ અને રાજ્‍યમંત્રી શ્રીપદ નાઈક સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

નવસારી જિલ્લાના તમામ ગામો અને નગરોમાં પહેલી ઓક્‍ટોબરે ‘‘એક તારીખ, એક કલાક” સુત્ર સાથે મહા શ્રમદાનનું આયોજન

vartmanpravah

રોટરી વાપી રિવરસાઈડ દ્વારા વાપી હાફ મેરેથોનનું આયોજન કરાયું

vartmanpravah

ચીખલી પોસ્‍ટ ઓફિસમાં ત્રણ – ચાર દિવસથી કનેક્‍ટિવિટીની સમસ્‍યા છતાં તંત્ર નિંદ્રામાં

vartmanpravah

ચીખલી માણેકપોરથી ગૌમાંસ સાથે એક ઝડપાયોઃ એક દિવસના રિમાન્‍ડ મંજૂર

vartmanpravah

Leave a Comment