January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપીના ઉદ્યોગકારોની વર્ષો જૂની માંગણી સરકારે સ્‍વીકારીઃ નોટીફાઈડ બોર્ડનું પુનઃ ગઠન કરવામાં આવશે

નાણા-ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ અને ઉદ્યોગ પ્રતિનિધિઓ મુખ્‍યમંત્રી અને ઉદ્યોગમંત્રી સાથે યોજાયેલ મીટીંગમાં લેવાયેલો નિર્ણય 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22
વાપી ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગપતિઓની વર્ષોની માંગણી હતી કે વાપી નોટીફાઈડ બોર્ડનું પુનઃ ગઠન કરવામાં આવે આ માંગણી આજે સરકારે સ્‍વીકારી છે. આગામી સમયે બોર્ડનું પુનઃ ગઠન કરવામાં આવશે.
ગુજરાત સરકારના નાણાં-ઊર્જામંત્રી અને ઉદ્યોગપતિ શ્રી કનુભાઈ દેસાઈની આગેવાની હેઠળ આજે ગાંધીનગરમાં વાપીના ઉદ્યોગપતિઓની મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ તથા ઉદ્યોગમંત્રી શ્રી જગદીશ પંચાયત વચ્‍ચે દીર્ઘ મીટીંગ યોજાઈ હતી.ઉદ્યોગપતિની નોટીફાઈડ બોર્ડની પુનઃ રચના કરવાની માંગણી સરકારે સ્‍વિકારી હતી. આજે જ આ બાબતનું નોટીફિકેશન પણ જારી કરી દેવામાં આવ્‍યું છે. તેથી વાપીના ઉદ્યોગપતિઓની વર્ષો જુની માંગણી ઉપર સરકારે આજે મહોર મારી દીધી હતી. નોટીફાઈડ બોર્ડમાં દરેકનું પ્રતિનિધિત્‍વ જળવાય તે ખાસ જોવામાં આવશે તેવી નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ખાત્રી આપી હતી.

Related posts

77મા સમાગમની સેવાઓનું વિધિવત ઉદ્ધાટન

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત દુણેઠામાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

કપરાડાના મોટાપોંઢા ગાંધી આશ્રમમાં બાળકોએ વિવિધ પ્રવૃતિઓ કરી બાળ દિવસની ઉજવણી કરી

vartmanpravah

દીવ રેલ્‍વે બુકિંગ ઓફિસ ફરી કાર્યરત થઈ

vartmanpravah

વાપીમાં ગેરકાયદે આયુર્વેદિક ક્‍લિનિક ચલાવતા બોગસ તબીબની ધરપકડ

vartmanpravah

વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ જિલ્લામાં ફરજ બજાવવા ગયેલા થાલાના શિક્ષક દંપતિના ઘરે રાત્રી દરમિયાન તસ્‍કરો રૂા.3.40 લાખના સોનાના દાગીના ચોરી ફરાર

vartmanpravah

Leave a Comment