April 25, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)

નવસારી, તા.૧૭:  નવસારી જીલ્લાના વિવિધ વિસ્તારોમા ભારેથી અતિભારે વરસાદને કારણે નવસારી જીલ્લાની અંબીકા, પુર્ણા, કાવેરી, ખરેરા, વેંગણીયા તેમજ અન્ય નાની નદીઓમા પાણીનું સ્તર ભયજનક સપાટીની ઉપર ખુબજ  વધી જવાના કારણે પુરની ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ હતી.

 નવસારી, ગણદેવી, અમલસાડ, બીલીમોરા, ચીખલીના નીચાણવાળા વિસ્તારો તેમજ નદીના કિનારાના ગામોમા પુરના પાણી ફરી વળવાથી દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડની ભારે તેમજ હળવા દબાણની લાઇનો, વીજ વિતરણ કેંન્દ્રો (ટ્રાંન્સફ્રોર્મર સેંન્ટર ) તેમજ ગ્રાહકોના વીજ મીટરો પાણીમા ડુબી ગયા હતા. જેમા નવસારી જીલ્લામાં અતિ ભારે વરસાદના કારણે કુલ ૧૪૦ ગામોના ૨૩૭૯ ટ્રાંન્સફ્રોમર અને ૬૬ જેટલા ફિડરોનો વીજ પુરવઠો બંધ થયો હતો જેના કારણે કુલ ૧,૪૯,૬૮૨ વીજ ગ્રાહકો અસરગ્રસ્ત થયા હતાં. દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડના પેટા વિભાગીય કચેરીના અધિકારી/કર્મચારીઓ દ્વારા  અસરગ્રસ્ત થયેલા તમામ વિસ્તારોમાં વીજ ગ્રાહકોનો વીજ પુરવઠો પુર્વવત કરવામાં આવ્યો છે.  આ કામગીરીમા દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડના ૯૭૧ જેટલા માનવસંપદાનો ઉપયોગ થયેલો છે.

હાલમાં પણ સતત ચાલી રહેલા વરસાદમાં સ્થાનિક કચેરીના કર્મચારી/ ઈજનેરો સતત ફરજ બજાવીને વીજ પુરવઠો ચાલુ રાખવાની કામગીરી નિષ્ઠાપુર્વક કરી રહયાં છે.

Related posts

દાનહમાં જાન્‍યુ. ફેબ્રુ.-2023માં તીરંદાજી સંઘ દ્વારા થનારૂં સ્‍પર્ધાનું આયોજનઃ વિવિધ પંચાયતોમાં તીરંદાજીના વર્ગોની થનારી શરૂઆત

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ગાયનોકોલોજી વિભાગના સર્જનોને મળી વધુ એક સફળતા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં શિક્ષણ સંસ્‍થાના સો મીટરના અંતરમાં તંબાકુ બનાવટની વસ્‍તુઓ વેચવા પર પ્રતિબંધ

vartmanpravah

37મી સબ જુનિયર હેન્‍ડબોલ (અન્‍ડર -19 ભાઈઓ) માટે દાનહના સેલવાસ ખાતે ખેલાડીઓની પસંદગી કરાશે

vartmanpravah

વાપી કોંગ્રેસ દ્વારા ઓવરબ્રિજ પાડવાના મામલે કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી અસરકર્તા માટે વળતરની માંગ

vartmanpravah

Leave a Comment