January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વાપી વિસ્‍તારના ગણેશ પંડાલની મુલાકાત લઈ દર્શન કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને પારડી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્‍ય શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા પોતાના મતવિસ્‍તાર વાપી શહેરના વિવિધ ગણપતિ ભગવાનના પંડાલ ખાતે દર્શન કર્યા અને ગણપતિ પંડાલના આયોજકો અને ભક્‍તો સાથે મુલાકાત લઈ આરતીનો લાભ લીધો હતો.
આ પ્રસંગે વાપી ટાઉનના વિવિધ વિસ્‍તારો જેવા કે દેસાઈવાડ, કચીગામ રોડ, શાકભાજી માર્કેટ, વાપી ટાઉન, સુલપડ, ભડકમોરાના પંડાલોની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે વાપી ભાજપ શહેર પ્રમુખ અને પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, વાપી નોટિફાઇડ ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ અને વાપી નગરપાલિકા કારોબારીચેરમેન શ્રી મિતેશભાઈ દેસાઈ અને કાર્યકર્તા મિત્રો અને નાગરિકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ ક્રાઇમ બ્રાન્‍ચે ચાર ચોરીના કેસમાં ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

સેલવાસના બાવિસા ફળિયામાં ઘરમાં આગ લાગતા એક યુવતી દાઝી જતાં આઈ.સી.યુ.માં સારવાર હેઠળ

vartmanpravah

થાલા ગામે ગુલમોહરથી શોભી ઉઠેલી તળાવની પાળ

vartmanpravah

વલસાડ પારનેરા કોમ્‍પલેક્ષમાં લાગેલી આગમાં બે મોત: મણીબા કોમ્‍પલેક્ષને નોટિસ ફટકારાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા ‘સ્‍પર્શ કી પાઠશાળા’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં રાજ્‍યપાલ-મુખ્‍યમંત્રીના આગામન પૂર્વે તંત્ર એકશનમાં: રોડ-હાઈવેની મરામત યુધ્‍ધના ધોરણે

vartmanpravah

Leave a Comment