પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘એક પેડ માઁ કે નામ’ના કરેલા આહ્વાન અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં અભિયાનનો પ્રારંભ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘એક પેડ માઁ કે નામ’ના કરેલા આહ્વાન અંતર્ગત આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ આ અભિયાનનો પ્રારંભ પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ કરાવ્યો હતો.
આજે પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદીના નેતૃત્વમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અને નગરપાલિકાના અધ્યક્ષ શ્રી અસ્પીભાઈ દમણિયા, શ્રી નવિનભાઈ પટેલ, શ્રી પિયુષ પટેલ, શ્રી મહેશભાઈ ટંડેલ સહિતના પદાધિકારીઓ અને આગેવાનોએ દમણની દેવકા સરકારી શાળામાં બાળકો સાથે વૃક્ષારોપણ કરી ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનની શરૂઆત કરી હતી. બાળકોને વૃક્ષોના રોપણ અને તેની માવજત તથા ઉછેર માટે પણ પ્રેરિત કર્યા હતા.