January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડીવલસાડવાપી

વાપી નજીકના પંડોરમાં અનોખો અનાવિલ સમાજનો સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો

ગામમાંથી વર્ષોથી બહાર સ્‍થાયી થયેલા અનાવિલના 200 ઉપરાંત પરિવારોએ ઉત્‍સાહભેર કાર્યક્રમમાં લીધેલો ભાગ 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22
અનાવિલ સમાજ બહુધા વલસાડ જિલ્લામાં વસવાટ કરે છે પરંતુ કાળક્રમે શિક્ષણ અને આર્થિક ઉત્‍પાર્જનમાં સમાજ જિલ્લો છોડી સહિત દેશના ખુણે ખુણે વસવાટ કરવા નિકળી પડયો હતો. ચારથી પાંચ પેઢીના પરિવારો બહાર વસી રહ્યા છે ત્‍યારે એવાપરિવારોને એક તાંતણે જોડવા માટે પંડોર ગામે સોશિયલ મીડિયા ગૃપ દ્વારા અનોખો સ્‍નેહ મિલન સમારોહ યોજાયો હતો.
પંડોર દેસાઈવાડમાં યોજાયેલ અનાવિલ સ્‍નેહ મિલન સમારોહમાં પંડોર ગામના 200 ઉપરાંત પરિવારો જેઓ વર્ષોથી બહાર વસવાટ કરે છે તેમને માટીની મહેક ખેંચી લાવી અને ઉલ્લાસ સભર વાતાવરણમાં સ્‍નેહ મિલન સમારોહ યોજાયો. આજની ત્રીજી કે ચોથી પેઢીએ પંડોર ગામ પણ પહેલી વખત જોયુ હશે તેવા કિસ્‍સા પણ હતા. ધીરુભાઈ નારણભાઈ દેસાઈ, રસીકભાઈ ભીખુભાઈ દેસાઈ, ઉત્તમભાઈ ખંડુભાઈ દેસાઈ તેમજ યજ્ઞેશ અને દિનેશ દેસાઈની અથાગ મહેનત થકી અનાવિલ સ્‍નેહ મિલન સમારોહ સફળ અને સરાહનીય રહ્યો હતો. ગામના આગેવાનોએ આગંતૂક નવી પેઢીના યુવાનોને એકબીજાનો પરિચય કરાવવામાં આવ્‍યો હતો. સમારોહમાં ગામના દિકરાઓ અને ભાણેજ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

વાપી ચાર રસ્‍તા પાસે કન્‍ટેનરની અડફેટે આવેલ બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્‍યું

vartmanpravah

દમણ નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા દમણ જિલ્લા સ્‍તરીય રમત-ગમત સ્પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી ભડકમોરાથી દેશી તમંચા સાથે એસ.ઓ.જી.એ એકને ઝડપી પાડયો

vartmanpravah

દાનહઃ ગ્રામ પંચાયત દપાડાના સહયોગથી બાલ ગૃહમાં બાળસભા યોજાઈ

vartmanpravah

ચીખલીમાં નવા બસ સ્‍ટેશનના બાંધકામમાં હલકી કક્ષાના માલસામાનનો ઉપયોગ કરાતા કામની ગુણવત્તા સામે ઉભા થયેલ અનેક સવાલો

vartmanpravah

Leave a Comment