Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવસેલવાસ

સેલવાસ ન.પા.એ શરૂ કરેલા ‘ગેરકાયદે દબાણ હટાવો’ અભિયાન સામે દુકાનદારોએ બંધ પાળી નોંધાવેલો વિરોધ

પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં મળેલા પ્રતિનિધિ મંડળને 15 દિવસ સુધી દબાણ હટાવો કાર્યવાહી નહીં કરવા જિલ્લા કલેક્‍ટરે આપેલું આશ્વાસન
શહેરના દુકાનદારોએ પણ તેમના દ્વારા જાહેર જગ્‍યામાં થયેલા દબાણને સ્‍વૈચ્‍છિક રીતે હટાવી સ્‍માર્ટ સીટી બની રહેલા સેલવાસના તંત્રને સહયોગ આપવો જરૂરી


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 સેલવાસ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ દબાણ હટાવવાની ઝુંબેશ સામે આજે પાલિકા વિસ્‍તારમાં આવેલ કેટલીક દુકાનોનાસંચાલકોએ બંધ પાળી વિરોધ નોંધાવ્‍યો હતો. જેના સંદર્ભમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ અને અન્‍ય પદાધિકારીઓ, વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી શાંતુભાઈ પૂજારી, પાલિકાના સભ્‍ય શ્રી સુમનભાઈ પટેલ વગેરેએ દાનહના કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાની મુલાકાત કરી નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણ હટાવવાની શરૂ થયેલી કાર્યવાહીની સમીક્ષા કરવા માંગ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે દાનહના કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ 15 દિવસ સુધી વેપારીઓ વિરૂદ્ધ કોઈ પણ કાર્યવાહી નહીં કરવાનો નિર્દેશ પાલિકા તંત્રને આપ્‍યો હોવાનું જાણવા મળે છે.
અત્રે નોંધનીય છે કે, સેલવાસ શહેરનું સ્‍માર્ટ સીટીમાં રૂપાંતર થઈ રહ્યું છે ત્‍યારે દુકાનદારોએ પણ તેમના દ્વારા જાહેર જગ્‍યા ઉપર થતા દબાણની બાબતમાં પાલિકા તંત્રને સહયોગ આપી ડિમોલીશનની તક જ નહીં આવે તેવી વ્‍યવસ્‍થા કરવી જોઈએ એવી લાગણી પણ વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

વલસાડ હાઈવે હોટલ ઉપર ટેન્‍કરમાંથી પામ ઓઈલ ચોરીનું રેકેટ ઝડપાયું : ત્રણની અટક

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલનો નવતર અભિગમઃ ગ્રામ્‍ય વિસ્‍તારોની સમસ્‍યા જાણવા સરપંચો અને જિ.પં. સભ્‍યો સાથે કરેલી બેઠક

vartmanpravah

મોતીવાડામાં 20 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

રાનકુવામાં ત્રણ બકરીનો શિકાર બાદ કુકેરી ગામે ફરીથી બકરીનો શિકાર કરતા સ્‍થાનિકોમાં ગભરાહત

vartmanpravah

જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને ચીખલી તાલુકા સેવાસદનમાં યોજાયેલા તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણમાં નવ જેટલા પ્રશ્નો રજૂ થયા

vartmanpravah

દાનહમાં ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ માટે શિક્ષણની આભ આંબતી તકોઃ રોજગારલક્ષી શિક્ષણ પણ ઘરઆંગણે ઉપલબ્‍ધ

vartmanpravah

Leave a Comment