January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાષ્ટ્રીય ભાજપ મહિલા મોરચાના પ્રમુખ વનાથી શ્રીનિવાસના માર્ગદર્શનમાં નોર્થ ગોવામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની ઝોનલ મિટિંગ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પણજી, તા.13 : રાષ્ટ્રીયભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી વનાથી શ્રીનિવાસના માર્ગદર્શનમાં નોર્થ ગોવામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની ઝોનલ બેઠક યોજાઈ હતી. જેમાં આઉટરિચ પ્રોગ્રામ અંતર્ગત રાષ્‍ટ્રીય મહિલા મોરચા ટીમમાં વિવિધ વિભાગો જેવા કે વિમેન્‍સ લીડર, વિમેન્‍સ રાઇટર એન્‍ડ જર્નાલિસ્‍ટ, વિમેન્‍સ સપોર્ટ પર્સન, યુવતી સંમેલન વગેરે જેવી સ્‍પેશિયલ સમિતિની રચના કરવામાં આવી હતી અને એમના પ્રભારીઓની નિયુક્‍તિ કરવામાં આવી હતી. સમિતિના પ્રભારી અને સહ પ્રભારીઓને તેમની કામગીરી અંગે વિસ્‍તૃત માહિતી પુરી પાડવા માટે ઝોનલ મુજબ વિવિધ ક્ષેત્રોમાં બેઠકોનું આયોજન કરવા રાષ્ટ્રીય મહિલા મોરચા દ્વારા જણાવાયું હતું.
વેસ્‍ટ ઝોનલમાં સામેલ પાંચ પ્રદેશ જેમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ, મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના દરેક મહિલા મોરચા પ્રદેશ અધ્‍યક્ષા, મહામંત્રી અને દરેક સમિતિના પ્રભારીઓની સ્‍પેશિયલ આઉટરીચ ઝોનલ પ્રોગ્રામ મિટિંગનું આયોજન નોર્થ ગોવામાં કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં ગોવાના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંત ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે ઉપસ્‍થિત તમામ મહિલાઓને પ્રધાનમંત્રીશ્રીની દરેક યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ ઝોનલ મિટિંગમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી સિંપલ કાટેલા,મહામંત્રી શ્રીમતી દિપાલી શાહ, સ્‍પેશિયલ પ્રોગ્રામ પ્રભારી તરીકે ડો. પ્રેમિલા ઉપાધ્‍યાય, શ્રીમતી નિશા ભવર, શ્રીમતી અમિતા દેસાઈ અને શ્રીમતી જ્‍યોતિ જોશી સહીત મહિલા મોરચાના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સાંસદ ધવલભાઈ પટેલના વલસાડમાં વિધિ પૂજા સાથે જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ

vartmanpravah

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા યોગમય બની

vartmanpravah

દાદરા નગર હવેલી રોટરી ક્‍લબના સહયોગથી દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા મહિલાઓના ગર્ભાશય અને સ્‍તન કેન્‍સરના નિદાન માટે ત્રિ-દિવસીય શિબિરનું આયોજન

vartmanpravah

દીવ કોર્ટે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કાનૂની જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આંતર જિલ્લા શાળા એથ્‍લેટિક્‍સ અને યોગ સ્‍પર્ધામાં દમણની સાર્વજનિક વિદ્યાલયનો ઉત્‍કૃષ્‍ટ દેખાવઃ મેળવેલા 44 મેડલ

vartmanpravah

બુધવારે મધરાતે 12 કલાકે વાપી રેલવે ફલાય ઓવર બ્રિજ પાલિકા કર્મચારીઓએ અવર જવર માટે બંધ કરી દીધો

vartmanpravah

Leave a Comment