પ્રદેશ ભાજપ કાર્યાલય નાની દમણ ખાતે ભાજપના પદાધિકારીઓએ શાલ ઓઢાડી વિક્રમ હળપતિનું કરેલું સન્માન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.25: ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ-દીવપ્રદેશ અનુસૂચિત જન જાતિ મોરચાના પ્રદેશ મહામંત્રી શ્રી વિક્રમ હળપતિની દમણ જિલ્લાં હળપતિ સમાજના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આજે પ્રદેશ ભાજપ કાર્યાલય નાની દમણ ખાતે ભાજપના આગેવાનો દ્વારા શ્રી વિક્રમ હળપતિને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલ, શ્રી મહેશભાઈ આગરિયા, દમણ જિલ્લાં ભાજપ પ્રમુખ શ્રી અસ્પી દમણિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

