January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમાં જૈન સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : દાદરા નગર હવેલીમાં પર્યુષણ પર્વ અંતર્ગત જૈન સમાજ દ્વારા શોભા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં જૈન સમાજના લોકો જોડાયા હતા યાત્રાની શરૂઆત સેલવાસ એસ.ટી. ડેપોની બાજુમાં જૈન દેરાસરથી નીકળી હતી. જે શહેરના વિવિધ વિસ્‍તારમાં ફરી પરત જૈન દેરાસર પર આવી હતી. અહીં ઉપસ્‍થિત મહારાજશ્રીનું -પ્રવચન સાંભળ્‍યું હતું અને જેઓએ અઠ્ઠાઈના ઉપવાસ કર્યા હતા જેઓને પારણા કરાવવામાં આવ્‍યા હતા. ગત અઠવાડિયા પર્યુષણ પર્વ ચાલી રહ્યું હતું જેની પુર્ણાહુતી બાદ સેલવાસમાં શોભાયાત્રાકાઢવામાં આવી હતી. આ પર્વ દરમ્‍યાન સમાજના લોકોએ ઉપવાસ કર્યા હતા અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જૈન સમાજના અતિ મહત્‍વપૂર્ણ પર્વ પર્યુષણના અંતિમ દિવસે સમાજના લોકોએ એકબીજાને મિચ્‍છામી દુક્કડમ બોલી એકબીજાની ક્ષમા માંગી હતી અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં વરિષ્ઠ લોકો પણ જોડાયા હતા.

Related posts

વલસાડ મણીરત્‍ન હાઉસમાં ઓછા કેરેટના ઘરેણા પધરાવી નવુ સોનું લઈ જનાર ટોળકીના 6 ઝડપાયા

vartmanpravah

‘‘આદિવાસી ગૌરવ દિવસ” અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ શાળાઓમાં ચોથા દિવસે 27,500થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લીધેલો ભાગ

vartmanpravah

સેલવાસ ન.પા. સભ્યઍ શહેરની વિવિધ સમસ્યા અંગે કલેક્ટરને કરેલી રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની આઈ.પી.એસ.-2023 બેચના પ્રોબેશનરી અધિકારીઓએ લીધેલી મુલાકાત: પ્રશાસકશ્રીને નેપાળ પોલીસ સંગઠનના પ્રતિનિધિઓએ આપેલી સ્‍મૃતિ ભેટ

vartmanpravah

પારડી લેકસીટીમાં મરઘા મારવાની અદાવત રાખી સાત જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર

vartmanpravah

દાનહમાં લાશ મળવાનો સિલસિલો અવિરત જારી: દાદરા નહેર કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી આવી

vartmanpravah

Leave a Comment