January 16, 2026
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણ

મોટી દમણ નવા જમ્‍પોર માંગેલા સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં દહેરીની ટીમ વિજેતા

દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીએ ટૂર્નામેન્‍ટનો કરાવેલો આરંભ : ફાઈનલ વિજેતાને સામાજિક આગેવાન હરીશ પટેલના હસ્‍તે કરાયેલું ઈનામ વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27
મોટી દમણના નવા જમ્‍પોર માંગેલા સમાજ દ્વારા નાયલાપારડી ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે શનિવારથી ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણ, ગુજરાત અને મહારાષ્‍ટ્રની 24 જેટલી માંગેલા સમાજની ટીમે ભાગ લીધો હતો.
શનિવારે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી દ્વારા ટૂર્નામેન્‍ટનો આરંભ કરાવાયો હતો. જ્‍યારે આજે રમાયેલ ફાઈનલ મેચમાંદેહરી ઉમરગામની ટીમ વિજેતા બની હતી અને રનર્સ અપ સુરવાડા વલસાડની ટીમ રહી હતી.
આ પ્રસંગે આયોજીત ઈનામ વિતરણ સમારોહમાં સામાજિક આગેવાન શ્રી હરીશભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહી તેમના હસ્‍તે પુરસ્‍કાર વિતરીત કરાયા હતા.
આ ટૂર્નામેન્‍ટને સફળ બનાવવામાં શ્રી પ્રવિણ હરેશ માંગેલા, શ્રી ચિરાગ મહેશ માંગેલા, શ્રી ચેતન રોહિદાસ માંગેલા, શ્રી કૈલાશ રોહિદાસ માંગેલા, શ્રી અભિષેક અનિલ માંગેલા, શ્રી શુભમ કમલેશ માંગેલા વગેરેનો મુખ્‍ય સહયોગ રહ્યો હતો.

Related posts

વલસાડ આર.ટી.ઓ. કચેરી એટલે ગંદકીના સામરાજ્‍યનું સરનામું : કચેરીમાં પારાવાર ગંદકી ચોમેર પથરાયેલી છે

vartmanpravah

‘સ્‍ટાર્ટ અપ ઈન્‍ડિયા’ના બે અધિકારીઓએ દમણની લીધેલી મુલાકાતઃ ડીઆઈએ ખાતે યોજાયેલો વર્કશોપ

vartmanpravah

રોટરી ક્‍લબ દાનહના પ્રેસિડન્‍ટ અને સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

નવસારીમાં જૂનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશનલની દિવાળી માનતા એવા ‘જેસીઆઈ વીક’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દત્તક ગ્રહણ સંસ્‍થા દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખના હસ્‍તે બાળકને દત્તક અપાયું

vartmanpravah

ચીખલી પોલીસે કાચના સ્‍ક્રેપની આડમાં લઈ જવાતા 9 લાખથી વધુના વિદેશી દારૂ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment