February 4, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહમાં આદિવાસી મહાપુરૂષોના ગૌરવશાળી ઇતિહાસને પુસ્‍તિકાના રૂપે સંગ્રહ કરી જન જન સુધી પહોંચાડશે ‘વનવાસી કલ્‍યાણ આશ્રમ’: અખિલ ભારતીય સહપ્રચાર પ્રમુખ મહેશ કાડે

પુસ્‍તિકાને ઈન્‍દિરા ગાંધી કલા કેન્‍દ્રના માધ્‍યમથી જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે, જેનાથી આદિવાસી સમાજના 75 મહાપુરૂષોના ગૌરવશાળી ઈતિહાસને સમાજના લોકો સાથે આખી દુનિયા જાણી શકશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29
સમગ્ર દેશમાં આદિવાસી સમાજના આર્થિક, સામાજીક, શૈક્ષણિક અને સાંસ્‍કળતિક ઉત્‍થાન માટે સમર્પિત ‘વનવાસી કલ્‍યાણ આશ્રમ’ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી નિરંતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
દેશના અંતરિયાળ આદિવાસી ક્ષેત્રમાં સમાજના લોકોની એમની સંસ્‍કળતિની મહાનતાને સમજાવવા માટે આદિવાસી સમાજના લોકોને પ્રેરિત કરી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ‘વનવાસી કલ્‍યાણ આશ્રમ’ સામે કેટલીક પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આદિવાસી સમાજના લોકોને ભ્રમિત કરી અને એમને એમની સંસ્‍કળતિ, પરંપરાથી તોડવાનું કુચક્ર સાશિયલ મીડિયા અને બીજા માધ્‍યમ દ્વારા ચલાવવામાં આવી રહ્યં છે.
આદિવાસી સમાજના લોકોને એમની સંસ્‍કળતિ, પરંપરા, કલા, પ્રકળતિ પ્રત્‍યે એમના સમર્પણ અને પ્રકળતિ પૂજા પ્રત્‍યે એમને જોડાયેલા રાખવા માટે હવે વનવાસી કલ્‍યાણ આશ્રમ નવી પરિસ્‍થિતિઓના હિસાબે એમના સંચાલિત કાર્ય નીતિઓમાં બદલાવ લાવી રહ્યા છે.
આ વાતની જાણકારીઆપતા સેલવાસ ‘વનવાસી કલ્‍યાણ આશ્રમ’ના અખિલ ભારતીય સહપ્રચાર પ્રમુખ શ્રી મહેશ કાડેએ જણાવ્‍યું હતું કે, ‘વનવાસી કલ્‍યાણ આશ્રમ’ના 14 અલગ અલગ આયામોના માધ્‍યમથી જનજાતીય ક્ષેત્રમાં ‘વનવાસી કલ્‍યાણ આશ્રમ’ના માધ્‍યમથી નવી નીતિઓ સાથે કામ કરવાની યોજના બનાવવામાં આવી છે. જે અંતર્ગત ‘વનવાસી કલ્‍યાણ આશ્રમ’ જનજાતીય સમાજને જન જાગૃતિના માધ્‍યમ દ્વારા એ બતાવવાની કોશિશ કરવામાં આવશે કે તેઓ એક સમૃદ્ધ સંસ્‍કળતિ પરંપરા, વૈભવશાળી ઇતિહાસ અને પ્રકળતિ દર્શન અને પ્રકળતિ પૂજાના વાહક રહ્યા છે અને તેઓ સૃષ્ટિમાં સભ્‍યતાના જનક એવામાં પોતાની સંસ્‍કળતિ અને પરંપરાથી દૂર નહીં જાય અને આ ગૌરવશાળી સંસ્‍કળતિ અને પરંપરાના સવાહકની ભૂમિકા નિભાવતા રહે.
‘વનવાસી કલ્‍યાણ આશ્રમ’ એના માટે જનજાતિ સમાજના ગૌરવશાળી ઇતિહાસને રેખાંકિત કરવા માટે 75 જનજાતીય મહાપુરુષોના ઇતિહાસને સૂચિબદ્ધ કરી એક સંક્ષિપ્ત જીવની પુસ્‍તિકાનું પ્રકાશન આગામી જૂન મહિનામાં કરવામાં આવનાર છે અને આ પુસ્‍તિકાને ઇન્‍દિરા ગાંધી કલા કેન્‍દ્રના માધ્‍યમથી જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. જેનાથી આપણા જનજાતીય સમાજના 75 મહાપુરૂષોના ગૌરવશાળી ઇતિહાસને સમાજના લોકો સાથે આખી દુનિયા જાણી શકશે. આ 75 મહાપુરૂષોમાં ભગવાન બિરસા મુંડાથીલઈ ભારતના દરેક રાજ્‍યોના જનજાતિ મહાપુરૂષોની ગરિમામય ઇતિહાસને પ્રકાશિત કરવામાં આવશે.
શ્રી મહેશ કાડેએ વધુમાં જણાવ્‍યં હતું કે, ‘વનવાસી કલ્‍યાણ આશ્રમ’ હવે 15મી નવેમ્‍બર રાષ્‍ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ મનાવશે. એ દિવસે ભગવાન બિરસા મુંડાનો જન્‍મદિવસ છે અને આ દિવસે આખા દેશના આદિવાસી સમાજની સંસ્‍કળતિ પરંપરા અને એમના પ્રકળતિ દર્શનના અને વિભિન્ન કલા અને વિદ્યાઓ એક સાથે સંગમના રૂપે પણ મનાવવામાં આવશે.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના દરેક આદિવાસી સમાજના યુવકોને એમના સમાજની સંસ્‍કળતિ પરંપરા અને કલા સાથે જોડવા માટેનો પ્રયાસ કરવામાં આવશે. એ સાથે દા.ન.હ.માં શિક્ષણ, આરોગ્‍ય, ગ્રામવિકાસ પ્રચાર-પ્રસાર, સંસ્‍કળતિ, સામજીક ઉત્‍થાન, સાંસ્‍કળતિક ઉત્‍થાન, આર્થિક ઉત્‍થાન અને સ્‍વાવલંબી બનાવવા માટે પણ ‘વનવાસી કલ્‍યાણ આશ્રમ’ પોતાની ભૂમિકા નિભાવશે અને વધુમાં વધુ સંખ્‍યામા જનજાતિ સમાજના લોકોને ‘વનવાસી કલ્‍યાણ આશ્રમ’ દ્વારા ચલાવી સામાજીક જનજાગૃતિ અભિયાન સાથે જોડવામાં આવશે.

Related posts

દમણવાડાના પલહિત ખાતે સરપંચ મુકેશ ગોસાવીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ સવારની ચૌપાલ

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસને નાની દમણ મરવડમાં સરકારી જમીન ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

દીવના કલેકટર સલોની રાય ની બદલી થતા વિદાય સમારોહ અને નવ નિયુક્‍ત કલેકટર ફરમાન બ્રહ્માનું સ્‍વાગત સમારોહ યોજાયો

vartmanpravah

વલસાડ નંદવાલા ગામે પેપર-પસ્‍તીના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : લાખોનો સામાન ખાખ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment