Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી જીઆઈડીસી સુપ્રિત કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં ત્રણ કામદારો ભડથુ થઈ ગયા

કંપની કાટમાળ નીચે તપાસ કરતા ત્રણ કામદારો અર્ધ બળેલા મળી આવેલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: શુક્રવારે વાપી જીઆઈડીસી સ્‍થિત સુપ્રિત કેમિકલ ઈન્‍ડસ્‍ટ્રીઝમાંલાગેલી આગની ઘટનામાં ત્રણ કામદારો બળીને ભડથુ થઈ ગયા હોવાની શોકજનક ઘટના શનિવારે પ્રકાશમાં આવી હતી.
વાપી જીઆઈડીસી થર્ડ ફેઈઝમાં આવેલ સુપ્રિત કેમિકલ કંપનીના યુનિટ-3માં ભિષણ આગ લાગી હતી. 10-12 કલાક બાદ આગ પર કાબુ મેળવાયો હતો પરંતુ નાઈટશીપમાં ત્રણ કામદારો ઘરે પહોંચ્‍યા નહોતા તેથી પરિવારજનોએ પોલીસને જાણ કરતાં પોલીસે કંપનીમાં તપાસ શરૂ કરી હતી. મોડી રાત સુધી પોલીસે કરેલી શોધખોળમાં ત્રણ કામદારોની અર્ધ બળેલી લાશ મળી હતી. શનિવારે તમામની લાશ પી.એમ. માટે ચલા સી.એચ.સી. ખાતે ખસેડાઈ હતી અને પી.એમ.ની તજવીજ હાથ ધરાઈ હતી. મૃત્‍યુ પામનારાઓમાં મોહંમદ અસલમ મોહંમદ વાહીમ (ઉ.વ.39) રહે.કોચરવા, રાજુ લક્ષ્મણ પ્રજાપતિ (ઉ.વ.26) રહે.કરવડ, અનિલ ફોજદારી પ્રસાદ જયશ્વાલ (ઉ.વ.45) રહે.કોચરવા, કોળીવાડ નામના કામદારોની પોલીસને અર્ધ બળેલી લાશ મળી આવી હતી.

Related posts

દાનહ ખાતે સ્‍વામિત્‍વ યોજનાના અમલનો પ્રારંભ : આજથી રાંધા પટેલાદમાં ચૂના માર્કિંગનો પ્રારંભ

vartmanpravah

જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે પી.એમ. મિત્ર પાર્કના કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રએ પત્રકારોને માહિતગાર કર્યા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ જોડે કરેલી મુલાકાત

vartmanpravah

વાપી હાઈવે પેપીલોન હોટલ સામે જી.ઈ.બી.ની ડીપીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

નાની પલસાણ અને શાહુડા ખાતે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં રાત્રિસભા યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લાના દરેક ઉદ્યોગો, સરકારી-અર્ધ સરકારી કાર્યાલયો, શાળા-મહાશાળા ઉપર તિરંગો લહેરાશે

vartmanpravah

Leave a Comment