April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ, ખાતે ‘‘લાઈબ્રેરી અવેરનેસ સ્‍પર્ધા -2022” યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28
શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર, સલવાવ સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ 28મી જુલાઈ 2022 ના રોજ ‘‘લાઈબ્રેરી અવેરનેસ સ્‍પર્ધા-2022” નું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રોગ્રામ પુસ્‍તકાલય જાગૃતિ કાર્યક્રમના ભાગ રૂપે ક્‍વિઝ અને ડિબેટ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બી. ફાર્મના બીજા, પાંચમાં અને સાતમાં સેમેસ્‍ટરના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્‍પર્ધાનું આયોજન કો-ઓર્ડીનેટર લાઈબ્રેરીયન શ્રીમતી સોનલ એચ. ઠાકોર, અસોસિએટ પ્રોફેસર ડૉ. કાંતિલાલ બી. નારખેડે, આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર પ્રિયંકા મૈસુરીયા અને આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર તોહા પટેલના માર્ગદર્શન હેઠળ થઈ હતી અને આ સમસ્‍ત કાર્યક્રમમાં લાઈબ્રેરીયન અટેન્‍ડન્‍ટ શ્રીમતિ જાગૃતિ એસ. પટેલ, શ્રીમતિ જ્‍યોતિ યુ. પંડ્‍યા તેમજઆસીસ્‍ટન્‍ટ પ્રોફેસર શેતલ બી. દેસાઈ આગળ પડતો સહયોગ રહ્યો હતો. આ સ્‍પર્ધાનો મુખ્‍ય હેતુ વિદ્યાર્થીઓ પોતાના અભ્‍યાસક્રમ બાબતે વધુ ને વધુ પુસ્‍તકોનો ઉપયોગ કરે એ હતો. પુસ્‍તકો વિદ્યાર્થીઓના સર્વશ્રેષ્ઠ મિત્રો છે. પુસ્‍તકો આપણને અઢળક જ્ઞાન આપે છે.
આ કાર્યક્રમમાં ક્‍વિઝ કોમ્‍પિટિશન અને ડિબેટ એમ બે સ્‍પર્ધા રાખવામાં આવી હતી. જેમાં ક્‍વિઝ કોમ્‍પિટિશનમાં વિદ્યાર્થીઓએ લાઈબ્રેરીમાં રહેલા જુદાજુદા પુસ્‍તકો તથા સંદર્ભ પુસ્‍તકોનો ઉપયોગ કરી ક્‍વિઝને ઉકેલ્‍યા હતા. જેમાં ક્‍વિઝ કોમ્‍પિટિશનના વિજેતા વિદ્યાર્થીઓ ડિબેટ સ્‍પર્ધા માટે ઉતીર્ણ થયા હતા. ડિબેટ સ્‍પર્ધાના પ્રતિસ્‍પર્ધીઓ વચ્‍ચે વિવિધ મુદ્દાઓ જેવા કે ડીજીટલ લાઈબ્રેરીઓ એટલી પ્રખ્‍યાત કેમ નથી?, તમારા જીવનમાં પુસ્‍તકોનું મહત્‍વ, શું હાર્ડ પુસ્‍તકો ઈ-પુસ્‍તકો કરતાં વધુ સારી છે?, વર્તમાન સંશોધન મુજબ આયુર્વેદ કે એલોપેથિક જે વધુ પ્રાધાન્‍યક્ષમ છે, પહેલા કરતાં વધુ હવે પુસ્‍તકાલયો શા માટે જરૂરી છે?, કયું સારું ઓનલાઈન શિક્ષણપદ્ધતિ કે ઓફલાઈન શિક્ષણપદ્ધતિ વગેરે મુદ્દાઓ ઉપર સામસામે પોત-પોતાની દલીલો રજૂ કરશે. આ દરેક સ્‍પર્ધાનું મુલ્‍યાંકન જુદા જુદા ઈવાલ્‍યુએટર્શ દ્વારા કરવામાં આવ્‍યું હતું.
આ સ્‍પર્ધામાં ડિબેટ સ્‍પર્ધાના અંતિમ પરિણામને અનુલક્ષીને દરેક સેમેસ્‍ટરમાંથી બે ગ્રુપને વિજેતાજાહેર કરવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બી. ફાર્મ અને એમ. ફાર્મના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના તમામ સ્‍ટાફે મહત્‍વનો ફાળો આપ્‍યો હતો. આ દરેક વિજેતાઓને શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્રના મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય રામસ્‍વામીજી આશીર્વચન આપીને વિજેતાઓને પ્રમાણપત્ર આપીને બહુમાન કર્યું. જે બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ શૈક્ષણિક એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વલસાડ જિલ્લા મેજીસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રે દ્વારા ચિલ્ડ્રન હોમના બાળક માટે દત્તક વિધાનનો પ્રથમ આદેશ અપાયો

vartmanpravah

વલસાડના પારડી પારનેરા વાંકી નદી પરના માઈનોર પુલ પરથી અવરજવર પર પ્રતિબંધ મુકાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીઓની ધો.૧૦ બોર્ડમાં ઝળહળતી સિધ્ધિ

vartmanpravah

આજથી ધોરણ 10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: દાનહમાં પરીક્ષા કેન્‍દ્રો નજીકની ઝેરોક્ષની દુકાનો/સેન્‍ટરો બંધ રાખવા જિલ્લા મેજીસ્‍ટ્રેટ ભાનુ પ્રભાનો આદેશ

vartmanpravah

ખડકી હાઈવે પર અજાણ્‍યા વાહને મોટર સાયકલને અડફેટમાં લેતા મોટર સાયકલ ચાલકનું ઘટના સ્‍થેળ જ મોત

vartmanpravah

વાપી નોટિફાઈડ વિસ્‍તારમાં વરસાદી પાણીની સમસ્‍યાનો અંત લાવવા બદલ નાગરિકોએ મંત્રી કનુભાઈ દેસાઈનું સન્‍માન કયું

vartmanpravah

Leave a Comment