July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ખાનવેલ રેસ્‍ટ હાઉસમાં આયોજીત દિવાળી સ્‍નેહ મિલન સમારંભમાં દાનહના થયેલા સર્વાંગી વિકાસથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલે બતાવેલી સંતુષ્‍ટિ

સંઘપ્રદેશ પ્રશાસને દાનહ માટે ખાનવેલ રેસ્‍ટ હાઉસમાં દિવાળી સ્‍નેહ મિલન સમારંભનું આયોજન કરવાની શરૂ કરેલી નવતર પહેલથી ઊંડાણના આદિવાસી જન પ્રતિનિધિઓને મળેલી રાહત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દિવાળી સ્‍નેહ મિલન સમારંભનું આયોજન ખાનવેલ રેસ્‍ટ હાઉસ ખાતે યોજી દાદરા નગર હવેલી માટે એક નવતર પહેલ કરી છે. કારણ કે, ઊંડાણના વિસ્‍તારમાંથી આવતા સરપંચો, જિલ્લા પંચાયત સભ્‍યો તથા આગેવાનોને રાત્રિના સમયે દમણથી પોતાના વિસ્‍તારમાં પહોંચતા અનેક અગવડોનો સામનો કરવા પડતો હતો. તેમાં હવે ઉદાર અને સંવેદનશીલ અભિગમ અપનાવી દાનહના ખાનવેલ રેસ્‍ટ હાઉસ ખાતે આજે દિવાળી સ્‍નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલીના થયેલા ઉત્તરોત્તર વિકાસની ઝાંખી કરાવી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ટૂંકી દૃષ્‍ટિ કે નાનો સ્‍વાર્થ રાખ્‍યા વગર પોતાની આવનારપેઢીનું ભવિષ્‍ય સલામત કેવી રીતે બને તેના ઉપર ફોકસ કરવા માર્મિક ટકોર પણ કરી હતી.
આ પ્રસંગે દાનહ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ, સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ શ્રીમતી રજની શેટ્ટી, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, શ્રી સીતારામ ગવળી, ભાજપના વરિષ્‍ઠ નેતા શ્રી ફત્તેહસિંહ ચૌહાણ, દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ જિ.પં. ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ વગેરે સહિત ઉદ્યોગપતિઓ અને જન પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપી અને વાઈબ્રન્ટ બિઝનેસ પાર્ક દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

જેસીઆઈ વાપી દ્વારા વિલફુલ વેન્‍ડ્‍સેડે સફળતા પૂર્વક ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવની મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્‍ટોના નિરીક્ષણનો શરૂ કરેલો ઝંઝાવાતી આરંભ

vartmanpravah

દમણ જિલ્લામાં હવેથી જાહેર અને ખાનગી જગ્‍યામાં પોલીથીન પ્‍લાસ્‍ટિક ખાલી ડબ્‍બા બોટલ કે કચરો રઝળતો દેખાશે તો થનારી દંડાત્‍મક કાર્યવાહી

vartmanpravah

બ્‍લ્‍યુ સ્‍ટાર ફૂટબોલ ક્‍લબ દ્વારા સેલવાસ સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ ખાતે નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણ બાલ ભવનના બાળકોએ લીધેલી અભિનવ ઈન્‍ડસ્‍ટ્રીઝની મુલાકાત

vartmanpravah

Leave a Comment