June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સમક્ષ મચ્‍છીમારી બોટો માટે સબસીડીના દર ઉપર ડિઝલ પુરવઠો આપવા કરેલી રજૂઆત

દીવ ખાતે મહાકાલેશ્વર સોસાયટી ફિશરીઝ સોસાયટીને પડી રહેલી તકલીફથી મંત્રીને માહિતગાર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.31
દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે કેન્‍દ્રીય ફિશરીઝ એનિમલ હસ્‍બન્‍ડરી અને ડેરી મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાથે મુલાકાત કરી મચ્‍છીમારી બોટો માટે સબસીડીના દર ઉપર ડિઝલ પુરવઠો આપવા રજૂઆત કરી છે.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પોતાના પત્રમાં જણાવ્‍યું છે કે દીવ ખાતે મહાકાલેશ્વર સોસાયટીનું ગઠન, દીવની મચ્‍છીમારી બોટ માટે ડિઝલ ખરીદવા માટેકરાયેલું છે. દરરોજ સોસાયટી દ્વારા 1 લાખ 45 હજાર લિટર ડિઝલની ખરીદી કરવામાં આવે છે. સોસાયટીને ડિઝલ રૂા. 19600 પ્રતિ 200 લિટરના બેરલદીઠ ચૂકવવા પડે છે. જ્‍યારે ઓપન માર્કેટના પેટ્રોલપંપ ઉપર આટલા જ જથ્‍થાનો ભાવ રૂા. 18455 છે તેથી સોસાયટીને પણ સબસીડી દર ઉપર ડિઝલનો જથ્‍થો મળી રહે તેવી વ્‍યવસ્‍થા કરાવવા સાંસદ શ્રી લાલુભાઈ પટેલે અરજ કરી છે.

Related posts

સેલવાસથી ખાનવેલ તરફ જતા રસ્‍તાની હાલત ચંદ્રના ધરતી જેવી: વાહનચાલકો પોકારી રહ્યા છે ત્રાહિમામ

vartmanpravah

વલસાડમાં બે અકસ્‍માત : કાર ચાલકે બાઈક ચાલક યુવકને 100 મીટર ઘસડયો : ટ્રકે રીક્ષાને ટક્કર મારી 4 ઘાયલ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણ-દીવના વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ માહ્યાવંશીને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

હાલમાં જૈન ધર્ણના પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે

vartmanpravah

નવસારી વિજલપોર ખાતે આવેલ મારૂતિનગર મરાઠી શાળામાં વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

Leave a Comment