(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04
દાદરા નગર હવેલી કલેકટરના દિશાનિર્દેશ અનુસાર સેલવાસ અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા સરકારી જમીન અને કોતર અને નહેર પર કરવામા આવેલ ગેરકાયદેસરઅતિક્રમણને હટાવવા માટે સબંધિત વ્યક્તિઓને સુચિત કરવામા આવ્યા હતા. પરંતુ આપવામા આવેલ સમય સુધીમા તેઓએ ગેરકાયદેસર બાંધકામો હટાવ્યા ન હતા. જેથી એને દૂર કરવાની કામગીરી પ્રશાસન દ્વારા શરૂ કરવામા આવી છે.
સેલવાસ વિભાગ દ્વારા નરોલી પટેલાદના અથાલ ગામમા અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા દપાડા પટેલાદના વાસોણા ગામે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામા આવ્યા છે.આવનાર દિવસોમા નરોલી પટેલાદ અને દપાડા પટેલાદના દરેક ગ્રામજનો જેઓએ પણ ગેરકાયદેસર બાંધકામ કરેલ હશે. તેને હટાવવાની પ્રશાસનિક કાર્યવાહી કરવામા આવશે. જેનુ સર્વે પણ થઇ ચુકયુ છે.
પ્રશાસન દ્વારા જાહેર જનતાને અનુરોધ કર્યો છે કે કોઈપણ સરકારી જમીન, સરકારી કોતર અને નહેર પર જે ગેરકાયદેસર બાંધકામ કરેલ છે એને તેઓ પોતે જ દૂર કરી દે અથવા તો પ્રશાસન દ્વારા એને હટાવવામા આવશે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.