Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

કેવડિયા કોલોનીના નાયબ કલેકટર નિલેશ દુબેએ આદિવાસી સમાજ વિશે જે અપશબ્‍દો બોલી ટીપ્‍પણી કરવામાં આવતા  ભીલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના વલસાડ જિલ્લાના ઉપ પ્રમુખ સુમનભાઈ માહ્યાવંશીના નેતૃત્‍વમાં વલસાડ જીલ્લા કલેક્‍ટરશ્રીની આવેદનપત્ર અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.04
સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ખાતે કેવડિયાકોલોનીના નાયબ કલેકટર નિલેશ દુબેએ આદિવાસી સમાજ વિશે જે અપશબ્‍દો બોલી ટીપ્‍પણી કરવામાં આવી હતી. જે બાબતે આજે ભીલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના વલસાડ જિલ્લાના ઉપ પ્રમુખશ્રી સુમનભાઈ માહ્યાવંશીના નેતૃત્‍વમાં વલસાડ જીલ્લા કલેક્‍ટરશ્રીની આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.
સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, કેવડિયા કોલોનીના નાયબ કલેકટર શ્રી નિલેશ દુબે દ્વારા આદિવાસી સમાજ વિશે જે અપશબ્‍દો બોલી ટીપ્‍પણી કરવામાં આવી હતી કે આદીવાસી સમાજને પહેલા ખાવાનું મળતું ન હતું..બહાર બેસતા હતા…ચડી પહેરતા થયા.. જંગલની જડીબુટ્ટી ખાયને જીવે છે. આ મુજબના અપશબ્‍દો પોતાના સીઆઈએસએફ અધિકારી સાથે ફોન ઉપર આદિવાસી સમાજ માટે ઉચ્‍ચારણ કરતાં હતાં અને આ વાતચીતનો ઓડીયો-સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયાં બાદ સમગ્ર ગુજરાત રાજ્‍યના આદિવાસીઓનો આક્રોશની લહેર ગામે ગામ વ્‍યાપક બની હતી. આથી આવા સામાજિક ભેદભાવ ધરાવતા નિવેદનો કરનાર અધિકારી વિરુદ્ધ એટ્રોસિટી એકટ અંતર્ગત કાર્યવાહી કરી તેમને સરકારી જવાબદારી યુકત નોકરીમાંથી મૂકત કરી દેવા જોઈએ. જેથી કરીને જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો અને અધિકારીઓ સમજી જાય..કે આદીવાસી સમાજ જળ જંગલ જમીનનો માલિક છે. આ દેશનોમૂળ માલિક છે.તેમને ભારતના બંધારણ દ્વારા અપાયેલા હકો અનુસાર કોઈ પણ વ્‍યક્‍તિ અથવા અધિકારી તેમની લાગણીઓ સાથે છેડછાડ કરી શકશે નહીં.આ દેશમાં વ્‍યક્‍તિ, સંસ્‍થા, વહીવટીતંત્ર, સરકાર બધું ભારતના બંધારણને આધીન છે. આ ઉપરોકત સંવેદનશીલ બાબતની વેદના આવેદનપત્ર મારફતે વલસાડ જીલ્લા કલેકટરશ્રીને જણાવી આ મુદ્દે કલેકટરશ્રી આદીવાસી સમાજની લાગણી સરકારશ્રીને પહોંચાડે એવી રજૂઆત કરવામાં આવી હતી.

Related posts

વલસાડ રેસર્સ ગૃપ દ્વારા કલર રન સાથે મેરેથોન યોજાઈ

vartmanpravah

યુપીની 21 વર્ષીય યુવતી ભૂલથી વાપી આવી પહોંચી, સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ તરીકે નિમાતા નવિનભાઈ પટેલનું મરવડ ગ્રામ પંચાયત દ્વારા કરાયેલું શાહી અભિવાદન

vartmanpravah

શિક્ષણ વિભાગ અનેડાયટના ઉપક્રમે આયોજીત સંઘપ્રદેશના નવનિયુક્‍ત પીજીટી-ટીજીટી શિક્ષકોના 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું સમાપન

vartmanpravah

દાનહના 70મા મુક્‍તિ દિવસની આનંદ અને ઉત્‍સાહથી કરાયેલી ઉજવણી

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી અને રોટરી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રોટરી હરીયા હોસ્‍પિટલ ખાતે 76મા સ્‍વાતંત્ર્ય દિનની માન પૂર્વક કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment