September 29, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના અવસરે રોટરી ક્લબ દાનહના સહયોગથી આદિત્‍ય એનજીઓ અને નરોલી પંચાયત દ્વારા યોજાઈ નિઃશુલ્‍ક ચિકિત્‍સા શિબિર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીના નરોલી પંચાયત ખાતે રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી, આદિત્‍ય એનજીઓ અને નરોલી પંચાયતના સહયોગ દ્વારા દુનિયાના લોકપ્રિય નેતા અને ભારત દેશના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના અવસરે નિઃશુલ્‍ક મેગા ચિકિત્‍સા શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટય કરી કરવામાં આવ્‍યો હતો. પ્રધાનમંત્રીના જન્‍મદિવસની ઉજવણી કેક કાપી કરવામાં આવી હતી. નરોલી પંચાયત હોલમાં ભાજપા મંડળ પ્રમુખ શ્રી યોગેશસિંહ સોલંકી દ્વારા ચાર યુવા અને ચાર મહિલાઓને રોજગારપત્ર આપી નોકરી લગાવવાનું વચન પૂર્ણ કર્યું હતું. આ મેડિકલ કેમ્‍પમાં શુગર ચેકઅપ, આંખની તપાસ બાદ જેઓને મોતિયા બિંદ હોય તેઓને રોટરી આઈ ઈન્‍સ્‍ટિટયૂટ નવસારી ખાતે મફત ઓપરેશન કરવામાં આવશે અને જેઓના નંબરઆવ્‍યા હોય તેઓને મફત ચશ્‍માનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ શિબિરમાં હાર્ટના ડો. સાગર સોલંકી, ચામડીના રોગના ડો. હરસિદ્ધિ રાઠોડ, નાના બાળકોમાં કુપોષણ અન્‍ય બીમારી માટે ડો.મિત્તલ પટેલ, ન્‍યુરોસર્જન ડો.જીગર શાહ, મનોચિકિત્‍સક ડો.ધવલ પટેલ, દાંતના ડો.અમિત માથુર સહિત ડોક્‍ટરો અને એમની ટીમે સેવા આપી હતી. આ શિબિરનો 3000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
આ અવસરે આદિત્‍ય એનજીઓના પ્રમુખ શ્રીમતી જુલી સોલંકી, સરપંચ શ્રીમતી રિનાબેન પટેલ, સભ્‍ય શ્રી યોગેશસિંહ સોલંકી, રોટરી ક્‍લબ દાનહના પ્રમુખ શ્રી મિલન પટેલ, શ્રી વિરલસિંહ રાજપૂત, શ્રી યશવંતસિંહ પરમાર સહિત એમની ટીમ, વલસાડથી ખાસ પધારેલ ભીડ ભંજન મહાદેવ મંદિરના સંચાલક શિવજી મહારાજ સહિત મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એક્‍સ્‍ટ્રા બસો દોડાવાશેઃ 105 બસો સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ હેઠળ વલસાડ જિલ્લામાં રેલી, શપથ, વૃક્ષારોપણ અને સફાઈ સહિતના કાર્યક્રમો યોજાયા

vartmanpravah

પ્રધાનમંત્રી તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના આગમન બાદ દમણ-દીવ અને દાનહને દુનિયામાં મળેલી નવી ઓળખઃ સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

દમણ જિલ્લાના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા ડેન્‍ગ્‍યુના નિવારણ અને નિયંત્રણ અંગે જાગૃતિ વધારવા માટે સેમિનાર યોજાયો

vartmanpravah

વાપીના પૂર્વ નગરસેવિકા સ્‍વ.મંજુબેન દાયમાની 15 મી પુણ્‍યતિથિએ મેગા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

ઈચ્‍છાપૂર્તિ કરનારા મંત્રો છે પણ ઈચ્‍છા પૂર્તિ ને ઈચ્‍છા મુક્‍તિ તો મહામંત્ર નવકાર કરે : યશોવર્મસૂરિજી

vartmanpravah

Leave a Comment