October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા બીજા દિવસે પણગેરકાયદેસર દબાણો દુર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05
દાદરા નગર હવેલી કલેકટરના દિશાનિર્દેશ અનુસાર સેલવાસ અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા સરકારી જમીન અને કોતર નહેર પર કરવામા આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી બે દિવસથી ચાલી રહી છે.
બીજા દિવસે પણ સેલવાસ મહેસુલ વિભાગ દ્વારા નરોલી પટેલાદના અથાલ ગામે અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા દપાડા પટેલાદના વાસોણા અને પાટી ગામે ગેરકાયદેસર બાંધકામોને દુર કરવામા આવ્‍યા હતા.
પ્રશાસન દ્વારા જનતાને અનુરોધ કરવામા આવ્‍યો છે કે કોઈએ પણ સરકારી જમીન,સરકારી કોતર અથવા નહેર પર ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તો પોતે જ હટાવી દે નહિ તો પ્રશાસન દ્વારા એને દુર કરવામા આવશે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે. સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં બાવીસા ફળિયા સહિત બીજા વિસ્‍તારોમા પણ નહેર પર આડેધડ ગેરકાયદેસર બાંધકામો કરવામા આવેલ છે એને પણ દૂર કરવાની કાર્યવાહી કરવામા આવશે કે કેમ એ એક ચર્ચાનો વિષય બન્‍યો છે.

Related posts

પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં રાયપુરમાં આશરે રૂ. 7500 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

vartmanpravah

પારડી એન.કે.દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજનું સેમેસ્‍ટર-6 નું 90 ટકા પરિણામ જાહેર થયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં વીજ વિતરણ કામગીરીનું ટોરેન્‍ટ પાવરે કરેલું ટેકઓવર

vartmanpravah

દાભેલ ગ્રા.પં.ના પંચાયત ઘરનું થનારૂં નવીનિકરણઃ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષના સમારકામનો પણ પ્રસ્‍તાવ

vartmanpravah

વલસાડ સેશન્‍સ કોર્ટે 283 કિલો ગાંજા સાથે ઝડપાયેલા આરોપી શકીલ કુરેશીની જામીન અરજી ફગાવી

vartmanpravah

મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ અને વી.આઈ.એ. દ્વારા આયોજીત મહારક્‍તદાન શિબિરમાં 541 યુનિટ રક્‍તદાન

vartmanpravah

Leave a Comment