સ્ટેટ ટેક્ષ વિભાગ દ્વારા કરદાતાની સમસ્યા સમજવા માટે
વી.આઈ.એ.માં મિટીંગયોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વાપી વી.આઈ.એ.માં સુરત ડિવિઝન 8ના સ્ટેટ ટેક્સ વિભાગના જોઈન્ટ કમિશ્નર શ્રીમતી ક્રિષ્ણા ઠક્કરના નેતૃત્વમાં વી.આઈ.એ.માં વેપારીઓ, ઉદ્યોગ પ્રતિનિધિઓ તથા ટેક્ષ કન્સલ્ટન્ટસની ઉપસ્થિતિમાં ઈન્ટરેક્ટિવ મિટીંગ યોજાઈ હતી.
ઈન્ટરેક્ટિવ મિટીંગમાં વાપી યુનિટના આસિસ્ટન્ટ કમિશ્નર શ્રીમતી કોમલ મંગલમ્, આસિ. કમિશ્નર રોહન મહેતા, વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, ઉપ પ્રમુખ મગન માલવિયા, માનદ મંત્રી કલ્પેશ વોરા, એ.કે. શાહ, સરીગામ ઈન્ડ. એસો.ના માનદ મંત્રી કૌશિક પટેલ, ઉમરગામ ઈન્ડ. એસો.ના નરેશ બથીયા, પારડી ઈન્ડ. એસો.ના પ્રમુખ નિતિન પટેલ, વાપી સ્ટેટ ટેક્ષ વિભાગના અધિકારી, વી.આઈ.એ. મેમ્બર, ટ્રેડ મેમ્બર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલએ સ્વાગત પ્રવચન આપતા સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કરદાતા અને સલાહકારો દ્વારા નિયત સમયમાં રિટર્ન ફાઈલીંગ વધારવા જોઈએ તેમજ કરદાતાઓના પડકારોને સમજવા તેમજ ઉકેલવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમતી ક્રિષ્નાબેનએ જણાવ્યું હતું કે, રાજ્ય કર વસુલાતની દૃષ્ટિએ સૌથી વધુ રેવન્યુ જનરેટર તરીકે ગુજરાત ગ્રોથ એન્જિન છે. રાજ્યમાં ઉચ્ચત્તર કર કલેક્ટર વાપીગુલાબભાઈએ મિટીંગમાં સ્ટેટ ટેક્ષ કલેકશન અને ટેક્ષ ફાઈલિંગને ડેટા પુરો પાડયો હતો. એકંદરે મિટીંગ ખુબ ફળદાયી રહી હતી.