Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ઓનલાઈન સાયબર ક્રાઈમમાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરતી દાનહ ક્રાઈમ બ્રાન્‍ચ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાદરા નગર હવેલી પોલીસના સાયબર ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા વોટ્‍સએપ દ્વારા ઓનલાઇન છેતરપીંડી કરતા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં એક આરોપી ઉત્તર પ્રદેશના બરેલી અને બીજો ઘાનાના વિદેશી મૂળનો જેની દિલ્‍હીથી ધરપકડ કરવામાં આવી છે.
ગત 13મી જૂનના રોજ દાનહ પોલીસના સાયબર સેલને જાણ થઈ હતી કે કોઈ અજાણ્‍યા વ્‍યક્‍તિ વોટ્‍સએપ એકાઉન્‍ટ નંબર 9484872428 દ્વારા એપનો ઉપયોગ કરી ઉચ્‍ચ અધિકારીના નામે ઢોંગ કરી લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે લોકોને એક ભારતીય બેન્‍ક ખાતામાં પચાસ હજાર રૂપિયા ટ્રાન્‍સફર કરવા છેતરવાનો પ્રયાસ કરતો હતો. જેને ધ્‍યાનમાં લઈ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં આઈપીસી 419, 420 અને 511 મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો હતો અને લોકોને છેતરપિંડી કરનારાઓ દ્વારા નાખવામાં આવેલી જાળનો ભોગ બનતા અટકાવવા માટે ગુનેગારોને પકડવા માટે પીએસઆઈ સુરજ રાઉતની આગેવાનીહેઠળ ટીમ બનાવવામાં આવી હતી.
તપાસ દરમ્‍યાન ટેકનિકલ પુરાવા અને ગુનાને લગતી અન્‍ય વિગતો એકત્ર કરી તેનું વિશ્‍લેષણ કરી એક આરોપીની ઓળખ મુજબ રફીક ખાન (ઉ.વ.34) રહેવાસી બરેલી, ઉત્તરપ્રદેશ ટ્રેસ કરવામાં આવ્‍યું હતું. રફીકની પૂછપરછ દરમ્‍યાન જાણવા મળ્‍યું કે મુખ્‍ય સાયબર ગુનેગાર આરોપી દિલ્‍હીથી પ્રોગ્રેસ નામથી ઓપરેટ કરે છે. તે ગરીબ લોકો પાસેથી વિવિધ બેંક એકાઉન્‍ટ, સીમકાર્ડ એકત્ર કરી અને તે બેંક એકાઉન્‍ટ અને સીમનો ઉપયોગ મુખ્‍ય આરોપી વ્‍યક્‍તિ દ્વારા વિદેશી રાષ્‍ટ્રીય મોબાઈલ નંબર અને વર્ચ્‍યુઅલ નંબરનો ઉપયોગ કરીને નકલી પ્રોફાઈલ દ્વારા વોટ્‍સએપ પર લોકોને નિશાન બનાવવા માટે કરવામા આવે છે. ત્‍યારબાદ પૂછપરછ અને ઈન્‍વેસ્‍ટીગેશનના આધારે ગુનાનો મુખ્‍ય માસ્‍ટર માઈન્‍ડ માઈકલ એસિયન ઉર્ફે પ્રોગ્રેસ ઓનયેબુચી (ઉ.વ.35) હાલ રહેવાસી નવી દીલ્‍હી, અકરા- ઘાનાના વતનીને દ્વારકા મોર મેટ્રો સ્‍ટેશન, દિલ્‍હી ખાતેથી પકડવામાં આવ્‍યો હતો. જ્‍યાં તેની પાસેથી ગુનો કરવા માટે ઉપયોગમાં લેવાતા મોબાઈલ ફોન અને એટીએમ કાર્ડ મળી આવ્‍યા હતા. ઉપરોક્‍ત આરોપીઓને પકડીને છેતરપિંડી કરનારાઓ દ્વારા આચરવામાં આવતા અનેક ગુનાઓ અટકાવવામાં આવ્‍યા છે. આ બન્ને આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂકરવામાં આવ્‍યા હતા. આ કેસની વધુ તપાસ પીએસઆઈ સુરજ રાઉત કરી રહ્યા છે.
દાનહ પોલીસ દ્વારા પ્રદેશના નાગરિકોને આવા સાયબર ક્રાઈમ વિશે જાગૃત થવા અને સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર વપરાશકર્તાઓની સાચી ઓળખની ચકાસણી કર્યા વિના સીધા જ બેંક ખાતામાં નાણા જમા ન કરવા અને જ્‍યારે પણ તેઓ લોકોને આર્થિક રીતે છેતરવાનો પ્રયાસ કરતી આવી નકલી પ્રોફાઈલ જૂએ ત્‍યારે પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

Related posts

દાનહ રેડ ક્રોસ શાખાને મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્‍તે પ્રતિષ્‍ઠિત એવોર્ડ એનાયત

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલ અને દૂધની જેટી ખાતે ક્રીસમસ નિમત્તે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીમાં રેલવે ઓવરબ્રિજ બંધ કરાતા ઉદ્દભવતી ટ્રાફિક સમસ્‍યા ઉકેલ માટે ઉચ્‍ચ બેઠક મળી

vartmanpravah

પારડી વલ્લભ આશ્રમ સ્‍કૂલ પાસેના પૂલ પર શેરડી ભરેલ ટ્રેલરે મારી પલટી

vartmanpravah

વિલ્સન હિલ ખાતે એડવેન્ચર રસિકો માટે વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓની શરૂઆત કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના પરિવહન વિભાગ દ્વારા દમણની એન્‍જિનિયરીંગ કોલેજમાં ઓટોરીક્ષા-ટેક્ષી ડ્રાઈવરો સાથે યોજાયો પ્રશિક્ષણ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment