April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

પ્રધાનમંત્રી કિસાન સન્માાનનિધિ યોજના e–KYC અને આધાર સીડિંગ ફરજિયાત

વલસાડ તા.૦૭: વલસાડ જિલ્લાના પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના અંતર્ગત જોડાયેલા અને લાભ લેતા ખેડૂતોને આગામી હપ્તાની સહાય મેળવવા માટે ‘‘આધાર e–KYC” અને ‘‘આધાર સીડિંગ” ફરજિયાત છે. આ કામગીરી તા. ૧૧ થી તા. ૨૧ મી એપ્રિલ, ૨૦૨૨ દરમિયાન ઝુંબેશના રૂપે હાથ ધરવામાં આવનાર હોઇ ઉકત સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રોએ સંબંધિત ગામના તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક તથા વી.એલ.ઇ.નો સંપર્ક કરવાનો રહેશે.
આ કામ લાભાર્થી પોતે પણ કરી શકે છે. જે માટે ૧. OTP મોડ દ્વારા પીએમ કિસાન પોર્ટલ https://pmkisan.gov.in/aadharekyc.aspx લીંક મારફત અથવા પીએમ કિસાન એપ ઉપરથી લાભાર્થીઓ આધાર e–KYC કરી શકાશે. અથવા બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશન સુવિધા કોમન સર્વિસ સેન્ટવર (CSC) માં જઇ લાભાર્થી આધાર e–KYC કરાવી શકશે, જેનો ચાર્જ રૂ. ૧૫ લાભાર્થીએ આપવાનો રહેશે. ર. પીએમ કિસાન પોર્ટલ આધાર e–KYC કરવા માટે https://pmkisan.gov.in પોર્ટલ પર Farmers corner માં આપેલ ઓપ્શ ન e–KYC ઉપર ક્લીક કરી લાભાર્થીએ પોતાનો આધાર નંબર અને મોબાઇલ નંબર દાખલ કરી Get Mobile OTP પર ક્લી ક કરવાનું થાય છે, ત્યાકરબાદ Mobile OTP દાખલ કરી Get Aadhar OTP પર ક્લી ક કરવુ જેથી, આધાર સાથે મોબાઇલ નંબર લીંક હશે તે નંબર પર Aadhar OTP આવશે. Aadhar Registered Mobile OTP દાખલ કરી Submit for Auth બટન પર ક્લીક કરતાં e-KYC is Successfully Submitted ડિસ્પ્લે થાય ત્યારે પ્રોસેસ પૂર્ણ થશે.
પીએમ કિસાન યોજનામાં લાભાર્થી ખેડૂતોને આગામી એપ્રિલ, ૨૦૨૨ થી યોજનાનો લાભ ‘‘આધાર બેઝડ‘‘ પેમેન્ટ એટલે કે લાભાર્થીનું જે બેંક એકાઉન્ટી આધારકાર્ડ સાથે લીંક કરેલ હશે, તેમાં આપવામાં આવશે. આથી, જે લાભાર્થીઓના બેંક એકાઉન્ટર આધારકાર્ડ સાથે સીડિંગ કરવામાં આવ્યા્ ન હોય તે તમામ લાભાર્થીઓનું આધાર સીડિંગ કરાવવા માટે લાભાર્થીએ બેંકનો સંપર્ક કરવાનો રહેશે, એમ જિલ્લા ખેતીવાડી અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

ભારતીય જનતા પાર્ટી વાપી શહેર અને નોટિફાઈડ મંડળની યોજાઈ કારોબારી બેઠક

vartmanpravah

..જ્‍યારે એક દિકરાએ જ પોતાની 80 વર્ષની માતાને પોતાના વતનથી દૂર દમણ ખાતે રઝળતી છોડી દીધી સંઘપ્રદેશના સમાજ કલ્‍યાણ વિભાગ અને દમણ પોલીસે 80 વર્ષિય વૃદ્ધાની જીંદગી બચાવવાની સાથે સંવેદનશીલતાનો આપેલો પરિચય

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત દમણ જિલ્લા આંતર શાળા રમતગમત મહોત્‍સવમાં સરકારી પ્રાથમિક શાળા દાભેલ ચેમ્‍પિયન

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા રીંગરોડ નજીક ગેરકાયદેસર પથ વિક્રેતાઓ સામે કાર્યવાહી કરાઈ

vartmanpravah

વાપી નૂતનનગરમાં મહિલાએ 8મા માળેથી કુદી આપઘાત કર્યો

vartmanpravah

દાનહ-ખેરડી ગામે મહેસુલ વિભાગ દ્વારા શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

Leave a Comment