(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.12: દાદરા નગર હવેલીના નરોલી રાજપૂત સમાજ દ્વારા નિરાલી હોસ્પિટલ, નવસારીના સહયોગથી નરોલીના પ્રાર્થના ભવન ખાતે ગ્રામજનો માટે કેન્સર સ્ક્રીનિંગ અને ગાયનેકોલોજી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે નરોલી ગામ રાજપૂત સમાજના અગ્રણીઓ, નિરાલી હોસ્પિટલ નવસારીના તબીબી, સ્ટાફ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.