June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામ

વલવાડા કરમબેલા હાઈવે ઉપરથી ખાનગી મોબાઈલ ટાવરોની ચોરેલી બેટરી સાથે એક ઝડપાયો: પોલીસે રવિકુમાર સીંગ નામના આરોપી પાસેથી ર.ર0 લાખની બેટરીઓ જપ્ત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20
વલવાડા નજીક આવેલ નાહુલી પાસેકરમબેલા પુલના છેડેથી પોલીસે એક મોટર સાયકલ ચાલક પાસેથી મીણના કોથળામાં રાખેલ ખાનગી મોબાઈલ ટાવરની ચોરેલી ર.ર0 લાખની બેટરીઓ ઝડપી પાડી હતી.
ભિલાડ પોલીસ હાઈવે પેટ્રોલીંગમાં હતી. ત્‍યારે હાઈવે કરમબેલા પુલના છેડે મોટર સાયકલ નં.જીજે-1પ-બીએફ-8039 ઉપર સવાર શંકાસ્‍પદ લાગતા યુવાન રવિકુમાર રતિવિહોર સિંગને અટકાવી ચેકીંગ કર્યુ તો બાઈક ઉપર રાખેલ મીણીયાના કોથળામાં ખાનગી મોબાઈલ ટાવરની રૂા.ર.ર0 લાખની કિંમતની બેટરી મળી હતી. આ બાબતે મોબાઈલ કંપનીના અધિકારીઓની પણ પોલીસે વધુ પુછપરછ કરશે. આરોપીની બાઈક અને બેટરી જથ્‍થા સાથે પોલીસે રૂા. ર.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

પુષ્‍પના સ્‍પર્શ પહેલાં જ તેની સુગંધ પ્રસરી જાય છે, તેમ સત્‍પુરુષના દર્શન, તેમની સાથેના વાર્તાલાપ પહેલા જ પુણ્‍યવંતા બની જાય છે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને પ્રેરણા અંતર્ગત દમણ શિક્ષણ વિભાગ દ્વારા સરસ્‍વતી વિદ્યા યોજના અંતર્ગત ધો.8ની વિદ્યાર્થીનીઓને કરાયેલું સાયકલનું વિતરણ

vartmanpravah

મોટી દમણ નવા જમ્‍પોરના નવયુવાન જતિન માંગેલાનું નવું સ્‍ટાર્ટઅપઃ મોટી દમણ લાઈટ હાઉસ ખાતે ધ એટલાન્‍ટિક વોટર સ્‍પોર્ટ્‍સની શરૂઆત

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસને મર્યાદિત છૂટછાટો સાથે ગણેશ મહોત્સવને આપેલી પરવાનગી: ગણેશભક્તો આનંદ-વિભોર

vartmanpravah

વાપી ડુંગરામાં પાલિકાએ પાણી યોજના માટે લીધેલી આંબાવાડી વાળી જમીનમાં કેમિકલ વેસ્‍ટની સાઈટ નિકળી

vartmanpravah

Leave a Comment