January 29, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

યુક્રેનથી અધુરો અભ્‍યાસ છોડી પરત આવેલા વિદ્યાર્થીઓની પડખે પ્રદેશ ભાજપ : આરોગ્‍ય સચિવને કરેલી રજૂઆત

  • થ્રીડી પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં ભાજપ પ્રતિનિધિ મંડળે પ્રદેશના આરોગ્‍ય સચિવ સાથે કરેલી મુલાકાત

  • આરોગ્‍ય સચિવે ભારત સરકારના સંબંધિત મંત્રાલય સાથે વાતચીત કરી તેમના દિશા-નિર્દેશ મુજબ વ્‍યવસ્‍થા કરવા આપેલું આશ્વાસન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપા પ્રદેશ પ્રમુખની અધ્‍યક્ષતામા પ્રતિનિધિમંડળે આરોગ્‍ય સચિવ સાથે મુલાકાત કરી પ્રદેશમાં યુક્રેનથી પરત આવેલ વિદ્યાર્થીઓને આગળ ભણવાને લઈ ચિંતા વ્‍યક્‍ત કરી હતી અને એક આવેદન પત્ર પણ આપ્‍યુ હતુ. બાળકોનુ ભવિષ્‍ય ખરાબ નહી થાય અને તેઓના આગળના ભણતર માટે યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવામા આવે એવી માંગ કરી હતી.
રશિયા અને યુક્રેન વચ્‍ચે ચાલી રહેલ યુદ્ધના કારણે ત્‍યાં મોટી સંખ્‍યામાં ભારતીય વિદ્યાર્થીઓ ત્‍યાં ફસાઈ ગયા હતા. ત્‍યારબાદ ભારત સરકારે મિશન ગંગા અભિયાન અંતર્ગત દાનહના 4, દમણના 7 અને દીવના 4 મળી કુલ 15 વિદ્યાર્થીઓને સકુશળ પરત લાવવામા આવ્‍યા હતા. યુક્રેનથી પરત આવેલ વિદ્યાર્થીઓને આગળના ભણતર માટે મોટી સમસ્‍યા ઉભી થઈ છે જેને લઇ ભાજપા પ્રતિનિધિ મંડળ સતતઆ વિદ્યાર્થીઓના સંપર્કમાં હતા અને એમની સમસ્‍યા અંગે પ્રશાસન સાથે ભારત સરકાર સમક્ષ ઉઠાવતા રહ્યા છે.
ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતળત્‍વમાં ડો.સેલના ડો.બિજલ કાપડિયા, દમણ-દીવ પૂર્વ પ્રમુખ શ્રી બી.એમ.માછી, મિશન ગંગા પ્રદેશ કમિટી કોઓર્ડીનેટરે આરોગ્‍ય સચિવ ડો.એ મૂથમ્‍મા સાથે મુલાકાત કરી આવેદન પત્ર આપ્‍યુ હતું. જેમા પ્રતિનિધિ મંડળે યુક્રેનથી પરત આવેલ વિદ્યાર્થીઓની આગળનુ ભણતર માટે વ્‍યવસ્‍થા કરવાની માંગ કરી.
આ બાબતે આરોગ્‍ય સચિવે પણ આશ્વાશન આપ્‍યુ હતું કે જલ્‍દીથી જલ્‍દી આ સંદર્ભે ભારત સરકારના સબંધિત મંત્રાલય સાથે વાતચીત કરી, આવનાર ગાઇડલાઇન મુજબ આ બાળકોના ભણતરની વ્‍યવસ્‍થા અંગેની જાણકારી આપશે.

Related posts

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરેલી મહિલા પૂત્ર જન્‍મ બાદ મરણ પામતા પરિવારે બબાલ કરી

vartmanpravah

મહારાષ્‍ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ દમણ-દીવ ભાજપના કાર્યકરોનો પણ બુલંદ બનેલો જોમ અને જુસ્‍સો

vartmanpravah

સંઘપ્રદેશ રાજભાષા વિભાગ દ્વારા એક દિવસીય હિંદી કાર્યશાળા યોજાઈ

vartmanpravah

વલસાડ નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા ધરમપુરમાં એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના 71મા ‘મુક્‍તિ દિવસ’ની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ સાથે સાદગીપૂર્વક કરાઈ

vartmanpravah

Leave a Comment