October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

એસઆઈએની ચૂંટણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ : સિનિયર મેમ્‍બરોએ બિન હરીફ પરિણામ લાવવા ચાલુ કરેલા પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.20
આગામી 19મી મેના રોજ એસ.આઈ.એ.ના પ્રમુખ અને 12 એક્‍ઝિકયુટિવ કમીટી મેમ્‍બરની યોજનારી ચૂંટણી માટે આવતીકાલ 21મી એપ્રિલથી ફોર્મ વિતરણ અને ભરવાની પ્રક્રિયાનો પ્રારંભથશે જે 2જી મે સુધી ચાલશે. એસઆઈએની ચૂંટણી પ્રક્રિયા ન્‍યાય અને પારદર્શક રીતે પાર પાડવાની જવાબદારી માટે પૂર્વ પ્રમુખ શ્રી ઉદયભાઈ મારબલીની ચેરમેનશીપ હેઠળ ચાર સભ્‍યોની સ્‍ક્રુટિની કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં શ્રી ઉદયભાઇ મારબલી સહિત અગ્રણી ઉદ્યોગપતિ ડો.આર.જે.સિંઘ, શ્રી અનુજભાઈ દેવરા અને શ્રી સ્‍વપનિલ પાટિલની પસંદગી કરવામાં આવી છે.
હાલમાં એસઆઈએની ચૂંટણીનું પરિણામ બિન હરીફ જાહેર થાય એવું અગ્રણી ઉદ્યોગપતિઓ વિચારી રહ્યા છે. 548 સભ્‍યોનું કદ ધરાવતુ સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનમાં વહીવટમાં અનુભવી અને વગ ધરાવતા શ્રી શિરીષભાઈ દેસાઈ, શ્રી સજ્જનભાઈ મુરારકા, શ્રી કમલેશભાઈ ભટ્ટ, શ્રી જે.કે.રાય સહિતના ઉદ્યોગપતિઓ ચૂંટણી બિનહરીફ થાય એવા પ્રયાસ કરી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જ્‍યારે બીજી તરફ પ્રમુખ અને એક્‍ઝિકયુટિવ કમિટી મેમ્‍બર માટે આ ઉપરાંત પણ ઘણા ઉદ્યોગપતિઓ તક મળે એવું ઈચ્‍છી રહ્યા છે જેમાં શ્રી મૂળજીભાઈ કટારમલ, શ્રી કિશોરભાઈ ગજેરા, શ્રી રૂવાબ અલી ખાન, શ્રી સંજયભાઈ મારબલી, શ્રી ગૌતમભાઈ સિંગ, શ્રી આનંદભાઈ પટેલ, શ્રી દામોદરભાઈ પુરોહિત, શ્રી નીતિનભાઈ ઓઝા, શ્રી હરીશભાઈ મુદ્રા, શ્રી કમલેશભાઈ વસવાની, શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી મનિષભાઈ રાય, શ્રી પંકજભાઈ રાય, શ્રીમુકેશભાઈ પટેલ સહિતના ઉદ્યોગપતિઓ પ્રમુખ અથવા એક્‍ઝિકયુટીવ કમિટી મેમ્‍બર માટે પસંદગી થઈ શકે છે એવી ચર્ચા જોવા મળી રહી છે.

Related posts

વાપીમાં એલ.આઈ.સી. એજન્‍ટોએ વિવિધ માંગણી માટે આંદોલન સાથે એક દિવસની હડતાલ

vartmanpravah

મોતીવાડા બ્રિજ પાસેથી દારૂ ભરેલ રીક્ષા ઝડપતી વલસાડ એલસીબી

vartmanpravah

સાયલી નહેર નજીકથી મળી આવેલી લાશ પ્રકરણમાં દાનહ પોલીસે ત્રણ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

વિકસિત ભારત સંકલ્‍પ યાત્રામાં સરકારી અધિકારીઓ અને નેતા વ્‍યસ્‍ત રહેતા વિકાસ કાર્યો ટલ્લે ચઢયા

vartmanpravah

દાનહના કુડાચા ગામે એક કિશોરે ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસના ભણકારા સાથે સુસ્‍વાગતમ્‌-2024: અલવિદા-2023

vartmanpravah

Leave a Comment