૧૦૩ યુનિટ ઍકત્ર કરવા મળેલી સફળતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૨૬ – દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે આવેલ ગ્રોવર ઍન્ડ વેલ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન, લાયન્સ ક્લબ ઓફ સેલવાસ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૩ યુનિટ રક્ત ઍકત્ર થયું હતું.
શિબિરનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિઓના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાકેશ કુમાર સિંહે જણાવ્યું કે, સંસ્થાના ચેરમેન શ્રી ઉમેશ મોરેના જન્મદિવસ નિમિતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ શિબિરમાં કંપનીના અધિકારીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ૧૦૩ યુનિટ રક્ત ઍકત્ર થયું હતું.