October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણની જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્‍થા દ્વારા નવનિયુક્‍ત બ્‍લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર, ક્‍લસ્‍ટર કો-ઓર્ડિનેટર અને બ્‍લોક રિસોર્સ પર્સન માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજાયો

શિક્ષણની ગુણવત્તાના સુધારા ઉપર શિક્ષણ વિભાગે આપેલી માહિતી : દમણ અને દાનહના 40થી વધુ તાલીમાર્થીઓએ લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21
દમણ સ્‍થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્‍થા દ્વારા ત્રણ દિવસીય નવનિયુક્‍ત બ્‍લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર, ક્‍લસ્‍ટર કો-ઓર્ડિનેટર અને બ્‍લોક રિસોર્સ પર્સન માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમહેઠળ, તાલીમાર્થીઓને બ્‍લોક અને ક્‍લસ્‍ટર સ્‍તરની શાળાઓ સાથે કેવી રીતે કામ કરવા સક્ષમ બનશે તે વિશે વિગતવાર તાલીમ મેળવી હતી તેમજ શાળા સ્‍તરે શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરે છે અને શૈક્ષણિક તાલીમમાં આવતા પડકારો વિશે તેમને માહિતગાર કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમમાં દમણ અને દાદરા નગર હવેલીના 40 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં શિક્ષણ નિયામક શ્રી નિલેશ ગુરવ અને મદદનીશ શિક્ષણ નિયામક શ્રી પરિતોષ શુક્‍લાએ તેમના સંબોધનમાં શિક્ષણ વિભાગ અને ડ્રાફટ દ્વારા આપવામાં આવેલ તાલીમ કાર્યક્રમની ઉપયોગીતા અને શિક્ષણમાં ગુણવત્તા ઉપર શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતા પ્રયાસો અંગે માહિતગાર કરવામાં આવ્‍યા હતા.
આ ત્રણ દિવસીય કાર્યક્રમનું સંચાલન ડાઈટ ફેકલ્‍ટી, રિસોર્સ પર્સન દ્વારા કરવામાં આવ્‍યું હતું. ડાઈટ દમણના આચાર્ય શ્રી આઈ.વી.પટેલે તેમના સંબોધનમાં તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા સંયુક્‍ત શિક્ષણ વિભાગ અને શિક્ષણ અધિકારીઓના સહકાર બદલ ટીમ ડાઈટનો આભાર માન્‍યો હતો.

Related posts

એસઆઈએ અને સરીગામ જીપીસીપી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉત્‍સાહભેર ઉજવણી

vartmanpravah

આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન વાપીમાં હિન્દી દિવસની કરાયેલી ભવ્ય ઉજવણી

vartmanpravah

ચીખલી પોલીસે કાચના સ્‍ક્રેપની આડમાં લઈ જવાતા 9 લાખથી વધુના વિદેશી દારૂ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

સેલવાસ દત્ત મંદિરમાં શ્રી દત્ત ભગવાનના અવતારની પાંચ મૂર્તિઓની કરાયેલી પ્રાણ પ્રતિષ્ઠા

vartmanpravah

વલસાડ સ્‍ટેશનથી બે મહિના પહેલા મોપેડ ચોરી ફરાર થયેલ આરોપી વાપીથી ઝડપાયો

vartmanpravah

વહેલી સવારે ટ્રેલર ચાલકને ઝોકું આવી જતા આગળ જતી ટ્રક પાછળ ઘુસ્‍યું ટ્રેલર

vartmanpravah

Leave a Comment