February 5, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન-2025-‘26 ‘સબકા સાથ, સબકા વિકાસ’ અંતર્ગત સોમનાથ ગ્રામ પંચાયતની મળેલી ગ્રામસભામાં કંપની કંપનીએ હપ્તા ઉઘરાવવા જવાનો સમય મળે પરંતુ લોકોની સમસ્‍યા દૂર કરવા માટે સમય નથીઃ સોમનાથ આગેવાન ઈશ્વરભાઈ પટેલનો સોમનાથ ગ્રા.પં.ના સરપંચ અને જિ.પં.સભ્‍યોને સોંસરો પ્રશ્ન

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે વિડિયો કોન્‍ફરન્‍સિંગના માધ્‍યમથી ઉપસ્‍થિત રહી દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિધાનસભા આપતો ઠરાવ કરવા ગ્રામસભામાં કરેલી રજૂઆત

દમણ-દીવ પ્રદેશ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ એડવોકેટ મયંક પટેલે સાંસદનિધિમાંથી સોમનાથ ગ્રા.પં.ને ટ્રેક્‍ટર, ડમ્‍પર, લાઈબ્રેરી માટે પુસ્‍તકો, રમત-ગમતના સાધનો વગેરે ખરીદવા ભંડોળ ફાળવવા કરેલી રજૂઆતઃ સાંસદ ઉમેશભાઈ પટેલે આપેલી મૂક સહમતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન-2025-‘26 ‘સબકા સાથ, સબકા વિકાસ’ અંતર્ગત સોમનાથ ગ્રામ પંચાયતમાં સરપંચ શ્રીમતી ચૈતાલીબેન મહેન્‍દ્રભાઈ કામલીના અધ્‍યક્ષ સ્‍થાને ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ વિડિયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી જોડાયા હતા. આ ગ્રામસભામાં રૂા.1.98 કરોડના વિકાસલક્ષી બજેટને મંજૂર કરવામાં આવ્‍યુંહતું.
દિલ્‍હીથી વિડિયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી જોડાયેલા દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ગયા વર્ષે ડેવલપમેન્‍ટ પ્‍લાન અંતર્ગત મળેલી ગ્રામસભામાં કેટલા કામો અત્‍યાર સુધી થયા હોવાનો પ્રશ્ન કર્યો હતો. તેમણે દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિધાનસભા અપાવવા ઠરાવ કરવા અને જો વિધાનસભા નહીં મળે તો પહેલાંની માફક દમણ અને દીવ તથા દાદરા નગર હવેલી સંઘપ્રદેશોની અલગ ઓળખ જાળવી રાખવા ઠરાવ કરવા સૂચન કર્યું હતું.
આ પ્રસંગે સોમનાથ ગામના વતની અને દમણ-દીવ પ્રદેશ યુવા કોંગ્રેસના અધ્‍યક્ષ એડવોકેટ શ્રી મયંકભાઈ પટેલે સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ પાસે સાંસદનિધિમાં સોમનાથ ગ્રામ પંચાયતના વિકાસ માટે ફંડ ફાળવવા અનુરોધ કર્યો હતો. તેમણે પરપ્રાંતીય મજૂરો માટે સોમનાથથી વાપી, વલસાડ સુધી બસો દોડાવવા, સાંસદનિધિથી સોમનાથ ગ્રામ પંચાયતની લાઈબ્રેરી માટે પુસ્‍તકો ખરીદવા, સ્‍પોર્ટ્‍સના સાધનો ખરીદવા ભંડોળ આપવા, મોબાઈલ ટોયલેટના કેનોપી તથા ટ્રેક્‍ટર અને ડમ્‍પરની ખરીદી એમ.પી.લાડ ફંડ(સાંસદનિધિ)માંથી કરાવવા માંગણી કરી હતી. જેના પ્રત્‍યુત્તરમાં સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે આ તમામ માંગણીઓની લેખિત રજૂઆત તેમના સાંસદ કાર્યાલય ખાતે મોકલવા નિર્દેશ આપ્‍યો હતો અને આ તમામ માંગણીઓ સંતોષાઈ જશે એવી તેમણે મૂકસહમતિ પણ આપી હતી.
આ ગ્રામસભામાં સોમનાથ ગામના આગેવાન શ્રી ઈશ્વરભાઈ પટેલે ગ્રામસભાની પાંખી હાજરીની નોંધ લેતાં જણાવ્‍યું હતું કે, ચૂંટાયેલા સરપંચ અને જિલ્લા પંચાયતના સભ્‍યો દ્વારા કોઈ કામ નહીં થતાં લોકોનો વિશ્વાસ ઉઠી જવાથી કોઈ આવતું નથી. તેમણે જણાવ્‍યું હતું કે, દર ગ્રામસભા વખતે પંચાયતમાં થનારા કામોનું બોર્ડ લગાવવામાં આવે છે પરંતુ તે પૈકી ‘એક પણ કામ થયું હોય તો મને બતાવો’ એવો પડકાર પણ ફેંક્‍યો હતો. કેવડી ફળિયામાં છેલ્લા દોઢ વર્ષથી પાણી નહીં આવી રહ્યું હોવાની પણ ફરિયાદ કરી હતી. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોએ લખીને આપ્‍યું છે કે, ઘર ઘર નળ આવી ગયા છે અને પાણી મળે છે. તો પાણી કેમ નથી મળતું? શ્રી ઈશ્વરભાઈ પટેલે સોમનાથ ગ્રામ પંચાયતના સરપંચ અને જિલ્લા પંચાયત સભ્‍યો ઉપર આરોપની ઝડી વરસાવતાં જણાવ્‍યું હતું કે, કંપની કંપનીએ હપ્તા ઉઘરાવવા જવાનો સમય મળે પરંતુ લોકોની સમસ્‍યા દૂર કરવા માટે સમય નહીં હોવાનું જણાવ્‍યું હતું. ભાજપવાળા દરેક ફેક્‍ટરી દીઠ બે હજારથી ત્રણ હજારના હપ્તા ઉઘરાવતા હોવાની ફરિયાદ પણ શ્રી ઈશ્વરભાઈ પટેલે જરૂરત પડે તો પુરાવા આપવાની તૈયારી સાથે કરી હતી.
શ્રી મયંકભાઈ પટેલે કેવડી ફળિયા ધારાવી બની રહ્યુંહોવાનો પણ ઘટસ્‍ફોટ કર્યો હતો. તેમણે કચરાના કલેક્‍શન માટે લેવાતા ઘરદીઠ રૂા. 365 અને દુકાનવાળા પાસે રૂા.1500નો વેરો વધુ પડતો હોવાનું જણાવ્‍યું હતું અને પ્રાઈવેટ પાર્ટીને આપેલ કચરાનો કોન્‍ટ્રાક્‍ટ બંધ કરવા પોતાનો મત રજૂ કર્યો હતો. તેમણે સવાર અને સાંજ બંને સમયે પાણી પુરૂં પાડવા પોતાનો પ્રસ્‍તાવ રજૂ કર્યો હતો. મોટા મોટા તળાવો હોવા છતાં પાણીની સર્જાતી અછત સામે પણ તેમણે ચિંતા પ્રગટ કરી હતી. સ્‍મશાન ભૂમિના નવનિર્માણ માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.
ગ્રામસભામાં દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, વિકાસ ઘટક અધિકારી(બી.ડી.ઓ.)શ્રી મિહિર જોષી, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી રીનાબેન પટેલ અને શ્રીમતી વર્ષિકાબેન પટેલ, ઉપ સરપંચ શ્રી રાજેશભાઈ પટેલ, વિવિધ વિભાગોમાંથી પધારેલા અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
કૃષિ, શિક્ષણ, સમાજ કલ્‍યાણ, બેંક વગેરે વિભાગોમાંથી આવેલા અધિકારીઓએ વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.

Related posts

વલસાડ જિલ્લાના કપરાડામાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ પડયો

vartmanpravah

સેલવાસ ડિસ્‍ટ્રિક્‍ટ સેશન કોર્ટનો ચુકાદો સેલવાસમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્‍કૃત્‍ય કરનાર આરોપીને 20 વર્ષની કઠોર જેલ

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સ્‍માર્ટ સીટી પ્રોજેક્‍ટ અંતર્ગત ટાઉનહોલ અને સચદેવ બાલ ઉદ્યાન ગાર્ડનમાં હાલમાં ડીમોલીશનનુ કાર્ય ચાલી રહ્યુ છે.પ્રશાસન દ્વારા ટાઉન હોલની જગ્‍યામાં પણ ગાર્ડનને ડેવલોપ કરવામાં આવશે. જેમાં વિવિધ પ્રકારના નાના બાળકો માટેના રમતના સાધનો, સિનિયર સીટીઝનો માટે બેઠકની વ્‍યવસ્‍થા સાથે પ્રવાસીઓને આકર્ષિત કરી શકાય તેવા પ્રોજેક્‍ટ બનાવવામાં આવશે.

vartmanpravah

રખોલી પંચાયત ખાતે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાઈ

vartmanpravah

પારડીમાં સાળંગપુરના હનુમાન દાદાના રથની પધરામણી

vartmanpravah

Leave a Comment