દુકાનો અને ઘર સામે ન્યુનત્તમ(નાના) આકારના શેડ માટે પરવાનગી આપવા પણ કરાયેલી રજૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21
દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે દુકાનો અને ઘરો સામે ન્યુનતમ(નાના) આકારના શેડનું પ્રાવધાન કરવા અને પ્રદેશમાં દુકાનો અને ઘરોને તોડવા પહેલા સમય આપવા માટે કલેક્ટરને લેખિત રજુઆત કરી છે. જેમાં જણાવ્યા અનુસાર દાદરા નગર હવેલી એક નાનો પ્રદેશ છે જ્યાં ઘણા લોકો દુકાનો ચલાવી પોતાનો વ્યવસાય કરે છે.
હાલમાં આવા દુકાનદારો અને નાના વેપારીઓ સહિત સામાન્ય નાગરિકદ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે, સેલવાસ નગરપાલિકાના અધિકારીઓ સ્માર્ટસીટી પરિયોજના અંતર્ગત તેઓને શેડ હટાવવાની નોટિસ આપવાની શરૂઆત કરી છે અને કેટલીક જગ્યા પર વગર નોટીસે જ શેડ હટાવવાનું પણ શરુ કરી દીધુ છે.પંચાયત વિસ્તારમાં પણ ઘણા લોકોને વ્યાપાર બંધ કરાવી એમની દુકાનો અને ઘરોને તોડવામા આવી રહ્યા છે જે ઘણું જ દુઃખદ હોવાની લાગણી સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે વ્યક્ત કરી છે.
ગરમીમા અને વરસાદના મૌસમમા આ શેડ દુકાનદારો અને ગ્રાહકોના માટે મદદગાર સાબિત થાય છે.ખાસ કરીને વરસાદના મૌસમમાં જો આ શેડ નહી રહે તો પાણી સીધુ દુકાનોમા ઘુસી જશે,જેનાથી વેપારીઓને નુકસાન થશે.આ શેડ ગરમીથી પણ બચાવે છે અને વરસાદના મૌસમમા સહયોગ કરે છે. આવનાર મહિનાઓમા વરસાદની શરૂઆત થશે એવામા ઘરો અને દુકાનોના શેડ નહી હોવાથી પરેશાની થઈ શકે એમ છે.
દુકાનદારો અને પ્રદેશવાસીઓ વચ્ચે ઉત્પન્ન થઈ રહેલ આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આ પ્રદેશની સાંસદ હોવાના નાતે કલેક્ટરશ્રીને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી વરસાદ સમાપ્ત નહી થાય ત્યાં સુધી પ્રદેશની દુકાનો અને ઘરોને નહી તોડવામા આવે અને દુકાનદારોને ન્યુનતમ(નાના) આકારના શેડ પાંચથીછ ફુટના શેડ રાખવા માટે વ્યવસ્થા કરવામા આવે એવી મહેરબાની કરવા અનુરોધ કર્યો હતો અને નાના દુકાનદારો અને પ્રદેશની જનતાના હિત માટે તરત જ નિર્ણય લઈ અને ઉચિત દિશાનિર્દેશ જારી કરવા પણ સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી.