April 27, 2024
Vartman Pravah
Other

દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસના દિશા-નિર્દેશ હેઠળ રેવન્‍યુ શિબિર યોજાઈ : 450થી વધુ લોકોએ આ રેવન્‍યુ સેવાનો લીધેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24

દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસના દિશા-નિર્દેશ હેઠળ રેવન્‍યુ વિભાગ દાદરા પટેલાદના નિવાસીઓ માટે દાદરા પંચાયત હોલ ખાતે રેવન્‍યુ સેવાઓ પ્રદાન કરવા માટે તા.23/04/2022ના રોજ રેવન્‍યુ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શિબિરમાં રેવન્‍યુ વિભાગ, સર્વે અને બંદોબસ્‍ત કાર્યાલય, નાયબ-નોંધણી વિભાગ, ખાદ્ય અને આપૂર્તિ વિભાગ, દાનહ અને દમણ-દીવ, એસ.સી./એસ.ટી., ઓ.બી.સી. અને માઈનોરીટી ફાઈનાન્‍સ એન્‍ડ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન લી., જિલ્લા પંચાયત અને આધારકાર્ડ વિભાગના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. લગભગ 450થી વધુ લોકોએ આ રેવન્‍યુ સેવાઓનો લાભ લીધો હતો. જેમાં તમામ પ્રકારના પ્રમાણપત્ર, વારસાઈની કાર્યવાહી, લગ્ન રજીસ્‍ટ્રેશન, ઈ-સ્‍ટેમ્‍પિંગ, આધારકાર્ડ અને અન્‍ય દિશા-નિર્દેશ જેવી રેવન્‍યુ સેવાઓનો લાભ લેવા માટે ઉપસ્‍થિત રહ્યા હતા.
ઉપરોક્‍ત શિબિરમાં ઈ-સ્‍ટેમ્‍પિંગની-169, પ્રમાણપત્ર માટે-126, આધારકાર્ડ માટે-18, ડીએનએચ એન્‍ડ ડીડીએસ.સી/એસ.ટી/ઓબીસી એન્‍ડ માઈનોરીટી ફાઈનાન્‍શિયલ એન્‍ડ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન લી.-15, ખાદ્ય અને આપૂર્તિ વિભાગ-12, વારસાઈ માટે -04, લગ્ન નોંધણી-03, જિલ્લા પંચાયત (વિધવા પેન્‍શન)-03, નક્‍શા માટેની અરજી-02, એફિડેવિટ-0રની અરજીઓ પ્રાપ્ત થઈ હતી.

Related posts

‘વર્તમાન પ્રવાહ’ના તંત્રી અને દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીના પિતાશ્રીનું નિધન

vartmanpravah

સાયલી નહેર નજીકથી યુવતીની લાશ મળી આવતા ચકચાર

vartmanpravah

દાનહમાં સામરવરણી અને મસાટ પંચાયતોની ગ્રામસભા સંપન્ન

vartmanpravah

દાનહઃ સુરંગી ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયું સ્‍વાગત

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા કર્ણાટક રાજ્‍યનો સ્‍થાપના દિવસ મનાવાયો

vartmanpravah

મોદી સરકારના શાસનમાં દાનહ અને દમણ-દીવમાં ચૂંટાયેલા સાંસદો અને લોક પ્રતિનિધિઓની કલ્‍પનાની બહારનો થયેલો વિકાસ

vartmanpravah

Leave a Comment