October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાજભાષા વિભાગ દમણ દ્વારા આયોજીત ‘હિન્‍દી પખવાડા’ની વિવિધ સ્‍પર્ધાઓમાં વાત્‍સલ્‍ય સ્‍કૂલ, મોટી દમણનો વાગેલો ડંકો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.24: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના રાજભાષા વિભાગ દ્વારા 02 સપ્‍ટેમ્‍બર, 2024થી 11મી સપ્‍ટેમ્‍બર, 2024 સુધી ‘હિન્‍દી પખવાડા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ હિંન્‍દી પખવાડા કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્‍યું હતું. જેમાં વાત્‍સલ્‍ય વિદ્યાલય મોટી દમણના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો અને પ્રશંસનીય પ્રદર્શન કરતા માધ્‍યમિક સ્‍તરની હિન્‍દી દેશભક્‍તિ ગીત સ્‍પર્ધામાં વિદ્યાર્થી શ્રેણીઓમાં ધોરણ 8ની કુ. તનિષ્‍કા શર્મા, કુ. કાવ્‍યા દેસાઈ, કુ. અનુષ્‍કા ત્રિપાઠી, કુ. મધુશ્રી દાસ અને ધોરણ 9માંથી કુ. સ્‍નેહા યાદવે પ્રથમ ક્રમે ઈનામ મેળવીને શાળાનું રોશન કર્યું હતું. જ્‍યારે બીજી તરફ હિન્‍દી દેશભક્‍તિ ગીત સ્‍પર્ધામાં શિક્ષકોની શ્રેણીમાં શ્રી જીતેન દમણિયા, શ્રી રાજેન્‍દ્ર રસૂલિયા, શ્રી સૌરવ વર્મા, શ્રીમતી કાજલ ચોપડા તથા શ્રીમતી ચેતિક્ષા પટેલે પ્રથમ ક્રમે ઈનામ પ્રાપ્ત કરીને શાળાનું નામ ગર્વથી રોશન કર્યું હતું. 

આસાથે ઉચ્‍ચત્તર માધ્‍યમિક સ્‍તરની હિન્‍દી નિબંધ સ્‍પર્ધામાં ધોરણ 11ની વિદ્યાર્થીની કુ. પ્રેરણા મિશ્રાએ પણ પ્રથમ ઈનામ હાંસલ કરીને શાળાને ગૌરવાન્‍વિત કર્યું હતું.

આ ઉપલબ્‍ધિઓ માટે શાળાના આચાર્ય શ્રી પ્રદીપ પાણિગ્રહી, ઉપ આચાર્ય શ્રી એસ. સુબ્‍બારાવ, શૈક્ષણિક સંયોજક શ્રીમતી મોનિકા મેહતા, સી.સી.એ. સંયોજક શ્રી દિવ્‍યેશ પટેલ અને શાળાના તમામ શિક્ષકો અને કર્મચારીઓએ વિજેતા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્‍છા આપી હતી.

Related posts

ફડવેલ બાદ હરણગામ ગામે દીપડી પાંજરે પુરાતા લોકોમાં હાશકારો

vartmanpravah

સેલવાસ ન.પા. સભ્‍ય દ્વારા રીંગ રોડ ચાર રસ્‍તા પર બેરેક લગાવવા પોલીસ અધિક્ષકને રજૂઆત કરાઈ

vartmanpravah

વાપી કરવડ નહેરમાં ક્ષત-વિક્ષત હાલતમાં મળેલી બાળકની લાશનો ભેદ ઉકેલ્‍યો : તાંત્રિક વિધી માટે બલી ચઢાવાઈ હતી

vartmanpravah

ચીખલીના ટાંકલ ગામે ત્રણ કારના અકસ્‍માતમાં એક જ પરિવારના બે બાળકો સહિત પાંચનો આબાદ બચાવ

vartmanpravah

લ્‍યો કરો વાત..! દાનહ-દમણ-દીવના આઈ.ટી. વિભાગ દ્વારા એન્‍ડ્રોઈડ એપ લોન્‍ચ કરાયા બાદ બે વર્ષથી અપડેટ કરાઈ નથી..!

vartmanpravah

દરિયો ખેડવા પોરબંદર જઈ રહેલા ઉમરગામના આદિવાસી માછીમારોઃ પરિવારજનોમાં વિરહની વેદના અને ઉચાટ

vartmanpravah

Leave a Comment