(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.18: પારડી તાલુકાના ખૂંટેજ નિશાળ ફળિયા ખાતે રહેતા ફાલ્ગુનભાઈ સુધીરભાઈ પંડયા ઉંમર વર્ષ 37 પોતાની ન્યુટ્રો સુઝુકી મોટરસાયકલ નંબર જીજે-1પ-ડીજી-4987 લઈ પરિયાર તરફ જઈ રહ્યા હતા ત્યારે પરિયારથી રોહીણા જતા રોડ પર મારુતિ સુઝીકી કાર નંબર જીજે-1પ-એડી-1923ના ચાલકે પુરપાટ અને ગફલતભરી રીતે કાર હંકારી ફાલ્ગુનભાઈને અડફેટે લેતા તેમને શરીરે ગંભર ઈજાઓ થતાં સારવાર અર્થે મોહન દયાળ હોસ્પિટલ ખાતે ખસેડાતા સારવાર દરમિયાન એમનું કરુણ મોત થયું હતું. મારુતિ કાર ચાલક અકસ્માત કરી ભાગીછૂટયો હતો.
પારડી પોલીસે આઈપીસી 279, 337, 338, 304 (અ ), એમવી એક્ટ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

