Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપે 17 સભ્‍યોની લદ્દાખ એડવેન્‍ચર કેમ્‍પ પૂર્ણ કરીને રચ્‍યો ઈતિહાસ

11 દિવસીય શિબિરમાં વૈષ્‍ણોદેવી, શ્રીનગર, સોનમર્ગ,કારગિલ, લેહ, એલઓસી અને લદ્દાખના સ્‍કાઉટ્‍સ સામેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : 7 થી 17 જુલાઈ દરમિયાન દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપ દ્વારા પુખ્‍ત સભ્‍યો માટે 11 દિવસીય સાહસ શિબિરનું આયોજન કરવામાં જેમાં દાદરા નગર હવેલીમાંથી લલિત નારાયણ સિંહ અને મહારાષ્ટ્રના ગિરીશ સિંઘ, પヘમિ રેલવેના મૌસીમ શેખ, દક્ષિણ પૂર્વ મધ્‍ય રેલવેના વી.વી. શાષાી, યોગેશ કુમાર, છત્તીસગઢના ચંદ્રશેખર શાખરે, ઈન્‍દિરા શાખરે, પ્રખર શાખરે, વંદના મેસનાએ ભાગ લીધો હતો. જ્‍યારે તામિલનાડુના એમવી સંગિલલિકાલી, કર્ણાટકના ભુવનેશ્વરી, સૂર્યનારાયણન, સરસ્‍વતી નાયક, કુમુદક્ષી નાયક, વિનાયક નાયક સહિત 17 પસંદ કરાયેલા સભ્‍યોનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. જેમાં વૈષ્‍ણોદેવી, શ્રીનગર, સોનમર્ગ, કારગીલ, લેહ, એલઓસી અને લદ્દાખ સ્‍કાઉટ્‍સ જેવા તમામ દુર્લભ ઐતિહાસિક સ્‍થળોની મુલાકાત લઈને દાનહએ ઈતિહાસ રચ્‍યો હતો. જેમાં દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ સ્‍ટેટ આયોજક આયુક્‍ત સ્‍કાઉટ સુધાંશુ શેખરના સફળ નેતૃત્‍વમાં કર્ણાટકના રાજ્‍ય આયુક્‍ત ગાઈડ ભુવનેશ્વરી સત્‍યનારાયણનની પાંચ સભ્‍યોની ટીમ હતી અને ચંદ્રશેખર શાખરેની દક્ષિણ પૂર્વ મધ્‍ય રેલવેની 7 સભ્‍યોની ટીમે મુખ્‍યત્‍વે તમામ સાહસિક કાર્યક્રમોમાં શિસ્‍તબદ્ધ રીતે ભાગ લીધો હતો. જેમાં તમામ સ્‍થળોની સાથે સાથે વૈષ્‍ણોદેવી સાહસિક પ્રવાસનું નેતૃત્‍વ મુખ્‍યત્‍વે મોસીન શેખ દ્વારા કરવામાં આવ્‍યું હતું.
આ એડવેન્‍ચર કેમ્‍પને સફળ બનાવવામાં દાનહ પ્રશાસનની સાથે ઈન્‍ડિયન સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપ નેશનલ હેડક્‍વાર્ટર, નવી દિલ્‍હીના કાર્યકારી પ્રમુખ એમ.એ.કે.મેક્કી અને મહામંત્રી સીમા રાઠીનો મુખ્‍ય ફાળો રહ્યો હતો. જેમાં જમ્‍મુ કાશ્‍મીર ભારત સ્‍કાઉટ ગાઈડ ઉધમપુર જિલ્લાના જિલ્લા આયોજક આયુક્‍ત સ્‍કાઉટ રાકેશ શર્મા અને સક્રિય રેન્‍જર પલ્લવી રાજપૂતે તેને સફળ બનાવવા સંપૂર્ણ સહકાર આપ્‍યો હતો, જે બદલ તમામ સહભાગીઓએ તેમને સ્‍મૃતિચિહ્ન અર્પણ કરીને આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
શિબિરના સમાપન સમયે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ દ્વારા તમામ 17 સહભાગીઓને સ્‍તૃતિ ચિન્‍હ અને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્‍યા હતા, જે આ ઐતિહાસિક સાહસિક શિબિરને યાદગાર બનાવે છે, જે બદલ તમામ સહભાગીઓએ સફળ કામગીરી અને પૂર્ણ કરવા બદલ દાનહ પ્રશાસન અને સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપનો આભાર માન્‍યો હતો.

Related posts

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના 285 કેસ નોધાયાં : 1470 ઍકટિવ કેસ

vartmanpravah

વાપી ડુંગરાના પીરમોરામાં રૂા.4.40 કરોડના ખર્ચે તળાવ વિકસાવવાના કામનું ખાતમુહૂર્ત કરતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટી બસની મહિલા કંડક્‍ટર આત્‍મહત્‍યા કેસમાં દિકરીના ન્‍યાય માટે પિતાએ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં અધિકારી નોંધાવેલી ફરિયાદ

vartmanpravah

મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીર સ્‍થાપના દિનની – મહામાનવ ડૉ. એ.પી.જે અબ્‍દુલ કલામની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ હંમેશ માટે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું ઋણી રહેશે કારણ કે …

vartmanpravah

આયુષ્‍યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના સાથે જોડાવા માટે એક મહિનો બાકી છે

vartmanpravah

Leave a Comment